Charotar Sandesh
ગુજરાત દક્ષિણ ગુજરાત

સુરતના એકેય વકીલે આરોપી સાજન ભરવાડ તરફી કેસ લડવાની ન બતાવી તૈયારી, જુઓ વિગત

વકીલ મેહુલ બોઘરા

સુરત : શહેરના સરથાણા એરિયામાં જાહેર રસ્તા ઉપર જાણીતા એક એડવોકેટ ઉપર માથાના ભાગે હુમલો કરવામાં આવ્યો હતો, દરમ્યાન ઈજાગ્રસ્ત વકીલ મેહુલ બોઘરા (mehul boghra) ને સારવારઅર્થે ખસેડવામાં આવેલ, આ ઘટનાનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયા બાદ શહેરમાં ચકચાર મચી જવા પામી છે. આ ઘટના બાદ શહેરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે, ત્યારે સાંજના સુમારે વકીલ મેહુલ બોઘરા (mehul boghra) ના સમર્થકોએ સરથાણા પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરી આરોપી સામે કલમ ૩૦૭ લગાવવામાં આવે તેવી માંગ ઉઠી હતી, જે બાદ ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી જઈ તપાસ હાથ ધરી આરોપી સામે કલમ ૩૦૭ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે.

હવે મુંબઈથી એક વકીલે કોર્ટમાં વકીલાત પત્ર ભર્યું

વકીલ મેહુલ બોઘરા (mehul boghra) ના હુમલાખોર આરોપી સાજન ભરવાડને કોર્ટમાં હાજર કરાતા વકીલોએ તેને માર મારવાનો પ્રયાસ કરેલ, જેને અફરાતફરી મચી જવા પામેલ હતી, કોર્ટ દ્વારા સાજન ભરવાડના ૫ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે.

તેવામાં હવે સુરતના એકેય વકીલ આરોપી સાજન ભરવાડ તરફી કેસ લડવાની તૈયારી બતાવી નહીં, જિલ્લાના એકેય વકીલે વકીલાત પત્ર ભરેલ નહીં. જે બાદ હવે મુંબઈથી એક વકીલે કોર્ટમાં વકીલાત પત્ર ભર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

Other News : રાજ્ય સરકારના કેબિનેટમાં બે મોટા ફેરફાર : આ બે સિનિયર કેબિનેટ મંત્રીઓ પાસેથી ખાતા છિનવાયા, જુઓ

Related posts

ગુજરાતમાંથી દારૂબંધી હટાવવી એ અશક્ય છે : ગૃહમંત્રી પ્રદીપસિંહનો જવાબ…

Charotar Sandesh

૨૦૨૦માં ગુજરાતના આ શહેરમાં તૈયાર થશે નવ ટાવર : બુર્જ ખલીફાનો રેકોર્ડ તોડશે

Charotar Sandesh

કેવડિયા ખાતે સ્પીકર્સ કોન્ફરન્સમાં આવેલા ખેડાના સાંસદ દેઉસિંહ ચૌહાણ કોરોના પોઝિટિવ…

Charotar Sandesh