Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

લગ્ન નોંધણીની કાર્યવાહીમાં ગેરરીતિ આચરનાર તલાટી કમમંત્રી સામે જિલ્લા વિકાસ અધિકારીની કડક કાર્યવાહી

લગ્ન નોંધણી

આણંદ : લગ્ન નોંધણીની કાર્યવાહીમાં ગેરરીતિ આચરનાર તલાટી કમ મંત્રી સામે જિલ્લા વિકાસ અધિકારીએ કડક કાર્યવાહી હાથ ધરી તત્કાલીન તલાટી કમ મંત્રી એ.એન.મકવાણાને તાત્કાલીક અસરથી “સસ્પેન્શન” પર ઉતારી દિધા છે.

તારાપુર તાલુકાના રેલ/વલ્લી, સાંઠ, ખાખસર ગામે તલાટી કમ મંત્રી તરીકેની ફરજો દરમિયાન લગ્ન નોંધણી (marraige detail) ની કામગીરી કરનાર એ.એન.મકવાણાએ લગ્ન નોંધણી અધિનિયમ- ૨૦૦૬ની અવગણના કરી મોટી સંખ્યામાં ૧૮૦૪ (સાંઠ ગામે- ૩૬૫, જીણજ ગામે કુલ – ૦૫, રેલ ગામે કુલ – ૧૨૯૩, વલ્લી ગામે કુલ – ૧૧૩ અને ખાખસર ગામે ૨૮) જેટલા લગ્ન નોંધણી (marraige detail) કરી લગ્ન નોંધણી રજીસ્ટ્રાર તરીકેની ફરજો દરમિયાન લગ્ન સ્થળ અંગે પૂર્ણતઃ ખાત્રી કર્યા વગર લગ્ન નોંધણી કરેલ હોય.

અધૂરી લગ્ન યાદી હોવા છતાં લગ્ન નોંધણી કરવા તેમજ લગ્ન નોંધણી (marraige detail) ની અવિધિસરની કામગીરી કરેલ

તેમજ વર/કન્યા પક્ષના ઉંમર અંગેના પુરાવાઓ (marraige detail) મેળવ્યા સિવાય, વર/કન્યાના ઉંમર અંગેના નિયત કરેલ પુરાવાઓ મેળવ્યા સિવાય, નિયત કરેલ એગ્રીમેન્ટ મેળવ્યા સિવાય, અધૂરી લગ્ન યાદી હોવા છતાં લગ્ન નોંધણી કરવા તેમજ લગ્ન નોંધણીની અવિધિસરની કામગીરી કરેલ હોય જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા તત્કાલીન ત.ક.મંત્રી એ.એન.મકવાણાને તાત્કાલીક અસરથી “સસ્પેન્શન” પર ઉતારી દેવામાં આવ્યા છે, તેમજ આ બાબતે પોલીસ ફરીયાદ પણ દાખલ કરવામાં આવશે.

Other News : ભાલેજના બિનપરવાનેદાર તવક્કલ કિરાણા સ્ટોરમાંથી મુદ્દામાલ સીઝ કરતા જિલ્લા પુરવઠા અધિકારી

Related posts

અમૂલ દૂધ મોંઘુ : ભાવમાં પ્રતિ લિટરે રૂ.૨ નો વધારો… રવિવારથી અમલી બનશે…

Charotar Sandesh

આણંદ ખાતે યોજાયેલ પ્રી-વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાયા

Charotar Sandesh

માહિતી કચેરીના કર્મચારીશ્રી પૂનમભાઇ એ. પરમારનો વય નિવૃત સત્કાર સમારોહ યોજાયો…

Charotar Sandesh