મુંબઈ : દેશના સિનેમાઘરોમાં ગત ૯ સપ્ટેમ્બરે રિલીઝ થયેલ રણબીર-આલીયા (ranbir alia film)ની ફિલ્મ બ્રહ્માસ્ત્રે (brahmastra) બોક્સ ઓફિસમાં ધૂમ મચાવી છે, જેમાં આ ફિલ્મે શરૂઆતથી સોમવાર સુધી ૨૨૫ કરોડની કમાણી કરી છે જેને ધ કાશ્મીર ફાઈલ્સ, ભૂલ ભૂલૈયાનો રેકોર્ડ તોડ્યો છે.
ફિલ્મ બ્રહ્માસ્ત્રે આજે સોમવારે બોલિવૂડ માટે સૌથી વધુ કમાણી કરનાર સોમવાર સાબિત થયો છે, તેને તમામ ભાષાઓમાં અંદાજે ૧૮ કરોડની કમાણી કરી છે, હિંદી ભાષામાં તેને ૧૫.૧૦ કરોડનું કલેક્શન કરેલ છે.
આ (brahmastra) ફિલ્મે અત્યારસુધી ભારતમાં ૧૪૦ કરોડની કમાણી કરી છે
ન્યુ દિલ્હીમાં બ્રહ્માસ્ત્ર (brahmastra) na શો હાઉસફુલ છે, જેમાં સવારે ૬ વાગ્યનો શો તો મુંબઈમાં સવારે ૮ વાગ્યાનો શો શરૂ કરાયો છે, આ ફિલ્મે માત્ર બે દિવસમાં જ કલેક્શન ૧૦૦ કરોડને પાર કર્યું છે. આ બ્રહ્માસ્ત્ર ફિલ્મ દર્શકો ૩ડીમાં જોવા માંગી રહ્યા છે, જેને લઈ સિનેમાઘરોમાં ભારે ધસારો જોવા મળી રહ્યો છે.
Other News : આ વર્ષે નવરાત્રિમાં વરસાદ વિલન બનશે ! હવામાન વિભાગ દ્વારા કરાઈ આ આગાહી