સરકારી સેવાઓમાં ૩૭ વર્ષ સુધીની સેવાઓ આપનાર શ્રી દિપક ભટ્ટ સરકારી સેવામાંથી વયનિવૃત્તિથી નિવૃત્ત થયા
આણંદ : સરકારી સેવાઓમાં જોડાનાર વ્યકિતની ઉંમર ૫૮ વર્ષની થાય ત્યારે તે વ્યકિત સરકારી સેવાઓની પોતાની ફરજમાંથી મુકત થાય છે.
આણંદ જિલ્લા માહિતી કચેરી ખાતે ટેકનીકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતાં શ્રી દિપક ભટ્ટ તા. ૩૦મી સપ્ટેમ્બરના રોજ ૫૮ વર્ષ પૂર્ણ કરતાં તેઓને ભાવસભર વિદાયમાન આપતાં કચેરીના નાયબ માહિતી નિયામક શ્રી હેતલભાઇ દવેએ જણાવ્યું હતું કે, શ્રી દિપકભાઈ સાચા અર્થમાં સબંધોના માણસ હતા. સરકારી સેવાઓના ૩૭ વર્ષના સમયગાળા દરમિયાન તેમણે કચેરી અધિકારીઓ/કર્મચારીઓનો વિશ્વાસ સંપાદન કરવાની સાથે જિલ્લાની અન્ય વિભાગની કચેરીઓ સાથે પણ જનસંપર્ક કેળવીને સરકારી કામગીરી અસરકારક રીતે બજાવી છે.
વડોદરા પ્રાદેશિક માહિતી કચેરીના સંયુકત માહિતી નિયામક શ્રી રાજેન્દ્રભાઇ રાઠોડ અને નાયબ માહિતી નિયામક શ્રી બી. પી. દેસાઇએ શુભેચ્છા સંદેશા દ્વારા શ્રી ભટ્ટજીને શુભેચ્છાઓ પાઠવી હતી
આ પ્રસંગે જિલ્લા માહિતી કચેરી, નડીઆદના નાયબ માહિતી નિયામક સુશ્રી નિત્યાબેન ત્રિવેદી, નિવૃત્ત સહાયક માહિતી નિયામક શ્રી એસ. બી. સુખડિયા, નિવૃત્ત કર્મી શ્રી સી.પી. સોલંકી સહિત નડીઆદ કચેરીના કર્મચારીઓ, પ્રાદેશિક માહિતી કચેરી, વડોદરાના સાથી કર્મચારીઓ, આણંદ કચેરીના કર્મચારીઓએ પણ ખાસ ઉપસ્થિત રહીને સરકારી સેવાઓમાંથી નિવૃત્ત થઇ રહેલા શ્રી દિપક ભટ્ટને શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે જિલ્લા કચેરી, આણંદ સહિત વડોદરા અને નડીઆદ કચેરીના અધિકારીઓ/કર્મચારીઓ દ્વારા શ્રી દિપક ભટ્ટને શાલ ઓઢાડી તથા સ્મૃતિચિહ્ન અર્પણ કરી ભાવસભર વિદાયમાન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી દિપક ભટ્ટના ધર્મપત્ની શ્રીમતી જયોતિબેન ભટ્ટ સહિત તેમના પરિવારજનો પણ સવિશેષ ઉપસ્થિત રહી શ્રી ભટ્ટજીને આપવામાં આવેલ ભાવસભર વિદાયમાનમાં સંમેલિત થયા હતા.
શ્રી દિપક ભટ્ટ વયનિવૃત્તિથી નિવૃત્ત થતાં દિવસ દરમિયાન મીડિયાના મિત્રોએ કચેરીમાં રૂબરૂ આવીને શ્રી ભટ્ટજીનું શાલ ઓઢાડી સન્માન કરી તથા કેટલાંક અધિકારીઓએ રૂબરૂ આવીને શ્રી ભટ્ટને નિવૃત્તિ જીવનની શુભેચ્છાઓ પાઠવી હતી.
Other News : PM મોદીની માનવતા : અમદાવાદ હાઈવે ઉપર એમ્બ્યુલન્સ માટે રોકી દીધો પોતાનો કાફલો, જુઓ વિડીયો