Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

ગુજરાતમાં આ મોટા ત્રણ પ્રસંગના સહભાગી બનવા NRIના આગમનથી બજારમાં ખરીદીનો માહોલ, જુઓ

NRIના આગમન

આણંદ શહેર અને જિલ્લાના બજારોમાં ખરીદી નીકળતા વેપારીઓ ખુશ

કોરોનાકાળના વર્ષ દરમ્યાન પ્રવાસાટન પર રોક બાદ વર્તમાનમાં રોક હટતા વિધાનસભા ચૂંટણી જંગ, લગ્નસરાની મોસમ તથા પ્રમુખ સ્વામી મહારાજ જન્મ મહોત્સવના ત્રિવેણી પ્રસંગમાં સહભાગી બનવા ડોલરીયા પ્રદેશ મનાતા એનઆરઆઇઓનું માં ટાપ્રમાણમાં આગમન થયું છે. જેના કારણે શહેરના વિવિધ બજારોમાં ખરીદીનો માહોલ ઉભો થયો છે.

ચરોતર પંથકમાં દરેક પરીવારમાંથી કોઈને કઈ વિદેશમાં સ્થાયી થયા છે. ૫થકની ડોલરીયા પ્રદેશ તરીકે ઓળખ થવા પામી છે. જેના ૫ગલે દર વર્ષે નવરાત્રી, દિવાળી તથા બાદમાં લગ્નસરાની મોસમના પગલે સમાંતરે એનઆરઆઇના આગમન અત્રે થતાં હોય છે. પરંતુ છેલ્લા બે વર્ષ દરમ્યાન કોરોનાકાળના કારણે પ્રવાસાટન પર રોક લગાવવામાં આવી હતી.

આ વર્ષે મુક્તિ મળતાં આગામી વિધાનસભા જંગ, બાદમાં અમદાવાદ ખાતે યોજાનાર પ્રમુખ સ્વામી જન્મ મહોત્સવ તથા લગ્નની ભરમારના ત્રિવેણી પ્રસંગમાં સહભાગી થવા એનઆરઆઇ ઓનું શહેરમાં આગમન થવા સાથે બજારમાં પણ ખરીદીનો માહોલ ઉભો થવા પામ્યો છે.

Other News : આણંદ જિલ્લામાં પોલીસ, હોમગાર્ડ અને ST વિભાગના ૨૩૭૭ કર્મચારીઓનું પોસ્ટલ બેલેટથી મતદાન

Related posts

આણંદ જિલ્લા પોલીસવડાએ એસઓજી પીઆઈ સહિત ૧૩ પીએસઆઈની બદલીનો હુકમ કર્યો…

Charotar Sandesh

આણંદ નજીક એક્સપ્રેસ વે ઉપર કાર-ટ્રક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાતા ત્રણ યુવકના મોત

Charotar Sandesh

કોરોનાને પહોચી વળવા સીડીએસ અને પધારિયા યુવાધન દ્વારા કોરોના દર્દીના ઘરનું ફ્રી સેનીટાઈઝેશન…

Charotar Sandesh