Charotar Sandesh
ગુજરાત

ચીનથી ભાવનગર શહેરમાં પરત ફરેલ પિતા-પુત્રી બાદ હવે માતા પણ કોરોના પોઝિટીવ, તંત્ર દોડતું થયું

કોરોના

ભાવનગર : ભાવનગરમાં કોરોનાનો વધુ એક નવો કેસ નોંધાયેલ છે, જેમાં ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં કોરોના સંક્રમિત ચીન દેશમાંથી પરત ફરેલ પિતા-૨ વર્ષની પુત્રી કોરોના પોઝિટિવ આવ્યા બાદ હવે માતાનો પણ રિપોર્ટ Positive આવ્યા હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યુ હતુ.

આ ત્રણેય દર્દી હોમ ઓઈસોલેટ રહી સારવાર લઇ રહ્યાં છે અને સ્થિતિ સામાન્ય છે

ચીનમાં હાહાકાર મચાવનાર Covid-19ના નવા વેરિએન્ટને લઈ ભારતમાં કેન્દ્ર એલર્ટ મોડ પર છે, કેન્દ્રીય આરોગ્યમંત્રી ડો.મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, હોંગકોંગ અને થાઈલેન્ડ આ પાંચ દેશમાંથી આવતા મુસાફરો માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત રહેશે. કોઈપણ મુસાફરમાં Covid-19નાં લક્ષણો જોવા મળે તો તે લોકોને ક્વોરેન્ટીન કરાશે.

નોંધનીય છે કે, કોરોનાના BF.૭ નવા વેરિએન્ટને લીધે ચાઈનામાં રોજ ૫ હજાર દર્દીઓના મૃત્યુ થઈ રહ્યા છે.

Other News : હીરાબાની તબિયત સુધારા પર : સીએમ ભુપેન્દ્રભાઈ પટેલ યુએન મહેતા હોસ્પિટલ ખાતે પહોંચ્યા

Related posts

આઝાદીનો અમૃત મહોત્સવ : વડાપ્રધાનએ મોદી દાંડીયાત્રાને પ્રસ્થાન કરાવી…

Charotar Sandesh

પેટાચૂંટણી : ભાજપે કોંગ્રેસમાંથી આવનાર પાંચ ધારાસભ્યોને જ ટિકિટ આપી…

Charotar Sandesh

ડેલ્ટા પ્લસ વેરિએન્ટની ગુજરાતમાં એન્ટ્રી, નોંધાયા એક સાથે ૨ કેસ…

Charotar Sandesh