રાજ્ય બહારના તત્ત્વોનો પેપર લીકમાં હાથ હોવાની શંકા : પાંચ રાજ્યોમાં જવા એટીએસની ટીમો રવાના
ગાંધીનગર : જુનિયર ક્લાર્કના પેપર લીકની ઘટના સામે આવી છે. પરીક્ષા પહેલાં પેપર લીક થતા પરીક્ષા રદ કરાઈ છે.
વડોદરા સહિત સુરતમાં પણ ગુજરાત એટીએસ તેમજ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સંયુક્ત તપાસનો ધમધમાટ તેજ કર્યો છે, હાલ તો ગુજરાત એટીએસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શંકાસ્પદ લોકોની પૂછપરછ શરૂ કરાઇ છે, જેમાં એટીએસે અત્યાર સુધીમાં કુલ ૧૫ લોકોની ધરપકડ કરી લીધી હોવાનું જાણવા મળેલ છે.
હૈદરાબાદ, ઓડિસા, મદ્રાસ સહિતના રાજ્યોમાં ગુજરાત એટીએસની ટીમો રવાના થઈ છે
ગુજરાત એટીએસે સમગ્ર કેસની તપાસ પોતાના હસ્તક લીધી છે, ત્યારે આ કેસમાં કુલ ૦૫ ટીમો સમગ્ર કેસની તપાસમાં જોડાઇ છે. રપકડ કરાયેલા લોકોમાંથી ૦૪ થી ૦૫ ગુજરાતના હોવાનું સામે આવ્યું છે. ગુજરાત એટીએસની તપાસ રાજ્ય બહાર થઇ રહી છે.
Other News : જૂનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ : પેપર ફૂટતા ગુજરાતના ૯ લાખની વધુ યુવાનો સાથે ક્રૂર મજાક