Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

આણંદ જિલ્લા ફુડ અને ડ્રગ વિભાગની જિલ્લાના આ વિવિધ સ્થળોએ સઘન કામગીરી : સાવચેત રહો

ફુડ અને ડ્રગ વિભાગ

પાંચ નમુનાઓ સબસ્ટાન્ડર્ડ જાહેર થતા કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી

આણંદ : જિલ્લામાં બિન આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતાં તેમજ જાહેર સ્વાસ્થ્યનાં ધોરણો નહી જાળવતા એકમો સામે જિલ્લા ફુડ અને ડ્રગ વિભાગે (food and drugs department) કાર્યવાહી હાથ ધરી છે.

આ કાર્યવાહીમાં આણંદ જિલ્લામાં શંકાસ્પદ ખાદ્યચીજ વસ્તુઓની દુકાનોમાંથી જુન માસ દરમિયાન વિવિધ કેટેગરીના કુલ ૭૦ નમુના લેવામાં આવ્યા હતા. તમામ ૭૦ નમુનાઓને પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલવાની કામગીરી કરવામાં આવી હતી. તેમજ અગાઉનાં માસ દરમિયાન લીધેલ નમુનાઓ (Sample) માંથી કુલ ૫ નમુનાઓ સબસ્ટાન્ડર્ડ જાહેર કરાયા છે.

સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ આ પાંચ નમુનાઓમાં આણંદના રાજમાર્ગ રોડ પર આવેલ પ્રેહમ રીટેલ એલ.એલ.પી ક્રિષ્ના આરોહનનું મિલ્કેન મલાઈ પનીર, ચિખોદરા ગામમાં આવેલ કૃપા ફુડસ & બેવરેજીસનું કૃપા પેકેઝે ડ્રીંકીંગ અને બોમ્બે કુલ્ફી આઈસ્ક્રિમ સેન્ટરની માવા કુલ્ફી, ઉમરેઠના પંચવટી બજારમાં આવેલ મહાકાળી ડેરીનું લો ફેટ પનીર તથા વલ્લભ વિદ્યાનગરમાં આવેલ Y/P’s Rastrooના પનીરને સબસ્ટાન્ડર્ડ જાહેર કરાયા છે.

સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ તમામ પાંચ નમુનાઓની પેઢીઓ સામે એડ્જ્યુડીકેટીંગ ઓફિસરશ્રી, આણંદ સમક્ષ કેસ કરવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ડેઝિગ્નેટેડ ઓફિસરની યાદીમાં જણાવાયું છે.

Other News : રાજયમાં લઘુત્તમ વેતન ધારાનો અમલ થતો નથી અને સહકારી-ખાનગી ફેકટરીઓમાં કામદારોનું શોષણ થાય છે : અમિત ચાવડા

Related posts

ભારે હિમવર્ષાને કારણે વૈષ્ણોદેવી ગયેલા આણંદ-ખેડા જિલ્લાના 180 જેટલા ગુજરાતીઓ ફસાયા…

Charotar Sandesh

આણંદ શહેરમાં આવતીકાલે સાંજે ૪ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી સ્વૈચ્છિક લોકડાઉન જાહેર…

Charotar Sandesh

આરટીઈ હેઠળ પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓના વાલીઓનો ડીઇઓ કચેરીએ હોબાળો…!

Charotar Sandesh