કુલ ૧૬ પ્રશ્નોની રજૂઆત સાંભળી સંલગ્ન અધિકારીને નિશ્ચિત સમયગાળામાં નિરાકરણ લાવવા સૂચના આપતા કલેક્ટર કે.એલ.બચાણી
ખેડા જિલ્લા કલેકટર શ્રી કે. એલ. બચાણીના અધ્યક્ષસ્થાને જિલ્લા લોક ફરિયાદ નિવારણ- જિલ્લા સ્વાગત કાર્યક્રમ જિલ્લા કલેકટર કચેરી, નડિયાદ ખાતે યોજવામાં આવ્યો હતો.
જેમાં જિલ્લાના વિવિધ અરજદારો દ્વારા કુલ ૧૬પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર શ્રી કે. એલ. બચાણીએ ઉપસ્થિત તમામ અરજદારોના પ્રશ્નો અને સંબધિત અધિકારી દ્વારા આ પ્રશ્નોના અનુસંધાને કરવામાં આવેલી કામગીરીની રજૂઆત સાંભળી હતી અને પ્રશ્નોના ઉચિત નિકાલ માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
જિલ્લા લોક ફરિયાદ નિવારણ કાર્યક્રમની આ બેઠકમાં દબાણ દૂર કરવા, ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા, બેંક લોન અંગે, કાંસની સાફ સફાઈ,સ્ટ્રીટ લાઈટ, વીજ કનેક્શન આપવા, વૃક્ષ કાપવા અંગેના પ્રશ્નો, રોડ-રસ્તો બનાવવા, સ્વચ્છતા અંગે અને જમીનને લગતા પ્રશ્નો, જમીન આકારણીના પ્રશ્નો, મકાનને લગતા પ્રશ્નોસહીત કુલ ૧૬ પ્રશ્નોની રજૂઆત સાંભળી ઉચિત કાર્યવાહી દ્વારા સમયસર આ ફરિયાદોનો નિકાલ લાવવા કલેક્ટરશ્રી દ્વારા સૂચનાઓ આપવામાં આવી હતી.
જિલ્લા કલેક્ટરશ્રીએ ઉપસ્થિત તમામ અધિકારીઓને લોક લાગણી સમજીને તેમની પાસે આવતા પ્રશ્નોના તમામ પાસાઓનું તાકિદે રીવ્યુ કરવા, પેન્ડીંગ અરજીઓનો નિકાલ કરવા અને અરજદારોને ધ્યાનથી સાંભળી તેમને કાયદાકીય સમજ આપવા જેવા મહત્વના સૂચનો કર્યાં હતાં. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી શિવાની ગોયલ અગ્રવાલ, નિવાસી અધિક કલેકટરશ્રી બી. એસ. પટેલ, નાયબ પોલીસ અધિક્ષક શ્રી વી. આર બાજપેયી સહિત સંબધિત વિભાગના અધિકારીશ્રીઓ અને અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.
other news : વડોદ તાલુકા પંચાયત ગ્રાન્ટમાંથી વડોદ ગામની સુરક્ષા માટે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા