Charotar Sandesh
ઈન્ડિયા

દિલ્હી-NCRથી લઈ ઉત્તરપ્રદેશ-ઉત્તરાખંડ સુધી ધરતી ધ્રુજી : ભૂકંપના આંચકા અનુભવાયા

ઉત્તરપ્રદેશ-ઉત્તરાખંડ

ન્યુ દિલ્હી : ન્યુ દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યો-વિસ્તારોમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા. નેશનલ સિસ્મોલોજી સેન્ટરના જણાવ્યા અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૬.૨ મપાઈ હતી. લોકોના ઘરના પંખા-લાઇટ જેવી વસ્તુઓ પણ ફ્લોર પર ધ્રૂજતી જોવા મળેલ, નોઈડા શહેરમાં ૧૦ થી ૧૫ સેકન્ડ સુધી સતત ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ડરનો માહોલ સર્જાયો હતો. આ સાથે ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉ-બરેલીમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

વધુમાં, નેશનલ સેન્ટર ઓફ સિસ્મોલોજી અનુસાર, ભૂકંપ મંગળવારે બપોરે ૨ઃ૨૫ વાગ્યે આવેલ, તેનું કેન્દ્ર નેપાળમાં જાણવા મળેલ, તેની ઊંડાઈ પૃથ્વીની સપાટીથી ૧૦ કિમી નીચે હતું

ઉલ્લેખનીય છે કે, ધરતીકંપ આવવું એ પૃથ્વીની અંદર પ્લેટોનું અથડામણ એ કારણ છે. પૃથ્વીની અંદર સાત પ્લેટ છે જે સતત ફરતી જ રહે છે, જ્યારે આ પ્લેટ્‌સ કોઈક સમયે અથડાય છે, ત્યારે ત્યાં ફોલ્ટ લાઇન ઝોન રચાય છે અને સપાટીના ખૂણા ફોલ્ડ થાય છે.

સપાટીના ખૂણાને લીધે, ત્યાં દબાણ વધે છે અને પ્લેટો તૂટવાનું શરૂ કરે છે. આ પ્લેટો તૂટવાને કારણે અંદર રહેલી ઉર્જા બહાર આવવાનો રસ્તો શોધી લે છે, જેના કારણે પૃથ્વી ધ્રુજે છે અને આપણે તેને ભૂકંપ માની લઈએ છીએ.

Other News : છેલ્લો ચાન્સ : ૨૦૦૦ રૂપિયાની નોટ બદલવાની મુદ્દતમાં વધારો કરાયો : આગામી તારીખ ૭ ઓક્ટોબર કરાઈ

Related posts

આગામી પાંચ વર્ષમાં જાપાન ૩.૨ લાખ કરોડનું રોકાણ કરશે : વડાપ્રધાન મોદી

Charotar Sandesh

હવે ભારત પણ અમેરીકા-બ્રાઝીલના પંથે..? એક પખવાડીયુ મહત્વનું…

Charotar Sandesh

ડુંગળી આમ આદમીને રડાવશે : ભાવ ૮૦થી ૯૦ રૂપિયે કિલો પહોંચ્યા…

Charotar Sandesh