ઉમરેઠથી ખ્યાતનામ સ્કૂલ પ્રગતિ ઈન્ટરનેશનલ સ્કૂલમાં નશાબંધી સપ્તાહ ૨૦૨૩ અંતર્ગત નશામાંથી મુક્તિ કેવી રીતે મેળવી શકાય તે અંગે તા. ૦૭/૧૦/૨૦૨૩ શનિનારના રોજ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
જેમાં આણંદથી સબ ઈન્સ્પેક્ટ એચ.જી.મસાણી તથા આણંદ બાળસુરક્ષા અધિકારી નરેશભાઈ પંડ્યા, પ્રજાપિતા બ્રહ્માકુમારી ઓડ સેવા કેન્દ્રના સંચાલક દીદીશ્રી કુમારી રૂપલબેન ઉપસ્થિત રહ્યા હતા.
તેઓએ વ્યસનમાંથી મુક્તિ કઈ રીતે મેળવવી તેની સમજ વિદ્યાર્થીઓને આપી હતી તથા બાળકોએ કઈ રીતે સાવચેતી રાખવી તેની પણ માહિતી આપી હતી
પ્રગતિ ઈન્ટરનેશનલ સ્કૂલના ચેરમેન વજેસીંગ અલગોત્તરે તથા આચાર્ય શ્રીમતિ પન્નાબેને તેઓને યાદગાર મોમેન્ટ અર્પણ કરી હતી, સ્કૂલના સર્વ કો.ઓર્ડિનેટર અને શિક્ષકોએ તેઓનો સહૃદય આભાર માન્યો હતો.
Other News : આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે ગાંધી જયંતી નિમિત્તે નશાબંધી સપ્તાહનો ઉદઘાટન સમારંભ યોજાયો