Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

ખેડા જિલ્લામાં ૨૫૦૦ જેટલા બોરવેલ બનાવાનું ભાજપનું લક્ષ્યાંક : કપડવંજના ધારાસભ્ય દ્વારા ખાતમુર્હુત કરાયું

ખેડા જિલ્લા

ખેડા જિલ્લા ભાજપના પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં આ લક્ષ્યાંક પૂર્ણ કરાશે

ખેડા જિલ્લામાં અંતરિયાળ ગામોમાં પ્રવર્તતી પાણીની સમસ્યાને ધ્યાને લઈ ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટના માર્ગદર્શન હેઠળ ૨૫૦૦ જેટલા બોરવેલ બનાવવાનું લક્ષ્યાંક નક્કી કરવામાં આવેલ છે, જેના ભાગરૂપે આજરોજ કપડવંજ વિધાનસભાના ધારાસભ્ય રાજેશભાઈ ઝાલાના વરદ હસ્તે કઠલાલના અભરીપુર ગામે બોરવેલની કામગીરીનું ખાતમુર્હુત કરવામાં આવ્યું, આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભી, હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉત્તમ કામગીરીને કારણે જિલ્લામાં અંતરિયાળ ગામોમાં ઉદ્‌ભવતી પાણીની સમસ્યા દૂર થશે અને પૂરતુ પાણી મળી રહેશે, જેથી ગ્રામજનો દ્વારા આભાર વ્યક્ત કરાયો હતો.

  • Chirag Gandhi, Nadiad

Other News : ૐ હિંદુ ધર્મનો સૌથી પવિત્ર શબ્દ છે : ઉચ્ચારણ કરવાથી શરીરને થાય છે આ ફાયદા

Related posts

આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિઓના વિરોધમાં ધરણા-પ્રદર્શન…

Charotar Sandesh

આણંદ જિલ્લાની કોરોના સંક્રમણની પરિસ્થિતિ અને તેને લગતી કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજાઈ…

Charotar Sandesh

વડતાલધામમાં દ્વિશતાબ્દી ઉપક્રમે ૨૦૪મી વચનામૃત જયંતિ નિમિત્તે ઉજવણી

Charotar Sandesh