તિરૂવનંથપુરમ : ભારતના કેરલના સ્વાસ્થ્ય મંત્રી વીના જોર્જે કહ્યું કે ૨૨ વર્ષીય યુવકના મોતના કારણોની તપાસ કરશે, જે હાલમાં સંયુક્ત અરબ અમીરાતથી પરત ફર્યો હતો અને એક દિવસ પહેલા કથિત રૂપથી મંકીપોક્સને કારણે તેનું મોત થયું હતું.
આરોગ્ય મંત્રીએ કહ્યું કે તેના નમૂનાનો રિપોર્ટ હજુ સુધી આવ્યો નથી. તેમણે કહ્યું કે દર્દી યુવા હતો અને તેને કોઈ અન્ય બીમારી કે સ્વાસ્થ્ય સંબંધી અન્ય કોઈ મુશ્કેલી નહોતી. જેથી સ્વાસ્થ્ય વિભાગ તેના મોતના કારણોની તપાસ કરી રહ્યું છે.
જોર્જે કહ્યું કે તે વાતની તપાસ કરવામાં આવશે કે ૨૧ જુલાઈએ આવ્યા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં વિલંબ કેમ થયો
આ બાબતે વધુમાં મંત્રીએ મીડિયાને કહ્યું, ’મંકીપોક્સનો આ ખાસ પ્રકાર કોવિડ-૧૯ જેવા ઉચ્ચ સ્તરનો સંક્રામક નથી પરંતુ તે ફેલાય છે. તુલનાત્મક રૂપથી મંકીપોક્સના આ પ્રકારથી મૃત્યુ થવાનો દર ઓછો છે. તેથી અમે તપાસ કરીશું કે આ વિશેષ મામલામાં ૨૨ વર્ષીય વ્યક્તિનું મોત કેમ થયું કારણ કે તેને કોઈ અન્ય બીમારી નહોતી.’
આ સાથે તેમણે કહ્યું કે મંકીપોક્સનો આ પ્રકાર ફેલાય છે, તેથી તેને રોકવા માટે તમામ જરૂરી ઉપાય કરવામાં આવ્યા છે. મંત્રીએ કહ્યું કે અન્ય દેશોથી બીમારીના વિશેષ પ્રકાર વિશે કોઈ રિસર્ચ ઉપલબ્ધ નથી, જ્યાં આ બીમારીની જાણકારી મળી હોય અને તેથી કેરલ તેના પર અભ્યાસ કરી રહ્યું છે. ૨૨ વર્ષીય વ્યક્તિનું શનિવારે સવારે ત્રિશૂરની એક ખાનગી હોસ્પિટલમાં કથિત રીતે મંકીપોક્સને કારણે મોત થયું હતું.
Other News : અઢી વર્ષ બાદ આણંદ-નડિયાદથી અમદાવાદ-વડોદરા વચ્ચે ૧૦ જેટલી મેમુ ટ્રેનો આ તારીખથી રાબેતા મુજબ દોડતી થશે