આણંદ : વિશ્વની અગ્રણી રાષ્ટ્રીય સહકારી સંસ્થા કૃષક ભારતી કો.ઓ ઓલીમીટેડ-બો તેમજ સીસવા સેવા સહકારી મંડળી – સીકવાના સંયુકત ઉપક્રમે સમતોલ ખાતર તથા ખરીફ પાકનું વધારે ઉત્પાદન લેવા ખરીફ પાક પરિસંવાદ સીસવા ખેડુત સમાજના હોલ ખાતે યોજાયો હતો.
જમીન, પાણી અને વાતાવરણમાં બદલાવ આવ્યો છે. હવે આપણે પરંપરાગત સજીવ ખેતી તરફ વળવા અને માર્કેટીંગ કરવા આગળ આવવા આહવાન કર્યું હતું.
આ પરિસંવાદમાં વિવિધ તજજ્ઞોએ સીસવાના ખેડૂતો સાથે આંતર ગોષ્ઠિય કરી ખરીફ પાકની ઉત્તમ ગુણવતા જાળવી યોગ્ય બનાવવા આહવાન કર્યું હતું
આ પ્રસંગે કૃભકોના ક્ષેત્રીય પ્રતિનિધિ પંકજ ખડસલીયાએ સજીવ ખેતીનો ઘટક એવું બાયો ફર્ટીલાઈઝર વિષે વિસ્તારમાં સમજાવ્યું તેમજ સીનીયર એરિયા મેનેજર મુકેશ ગોધાસરાએ જમીન નું પૃથ્થકરણ કરીનેજ યુનિવર્સિટીના માપદંડ મુજબ ખાતર, પાણીનો ઉપયોગ કરવા તેમજ વધારેમાં વધારે સેન્દ્રીય ખાતરો, બાયો ફર્ટીલાઈઝર વાપરવા આગ્રહ કર્યો હતો સિસવા મંડળીના પ્રમુખ પ્રવીણ. આર. પટેલ, ચંદુભાઈ એમ. પટેલ, નટુભાઈ પટેલ રમેશભાઈ પટેલ અને સિવા ગામના સરપંચ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહિયા હતા.
Other News : ગુજરાતના 23 IPS અધિકારીઓની બદલી : આણંદ SPની અમદાવાદ સાયબર ક્રાઈમમાં થઈ બદલી, જુઓ નવા એસપી