Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

નડિયાદ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર માટે ડીઝીટલ રોબોટ પ્રચાર કરી રહ્યો છે, જુઓ વિગત

ડીઝીટલ રોબોટ

ચૂંટણી જીતવા ભાજપ ટેકનોલોજીના સહારે

રોબોટિક પ્રચાર નડિયાદ વિધાનસભામાં ખૂબ જ લોકપ્રિય બની રહ્યો છે

નડિયાદ : ગુજરાતી વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરાઈ ચૂક્યા છે. અને હવે ઉમેદવારો પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે. પરંતુ આ વખતે ઉમેદવારો પ્રચાર પ્રસાર માટે અવનવી ટેકનિકનો ઉપયોગ કરી રહ્યા છે અને એમાંય ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ડિજિટલ ઇન્ડિયાનું જે સપનું છે, એ સપનાને સાકાર કરવા માટે ખેડા જિલ્લાની નડિયાદ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પંકજભાઈ દેસાઈના ચૂંટણી પ્રચારમાં ડીઝીટલ રોબોટ ટેકનીક અપનાવવામાં આવી રહી છે. આ ડિજીટલ રોબોટ દ્વારા ભાજપના નડિયાદ વિધાનસભાના ઉમેદવારનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે અને લોકો પણ આ રોબોટને જોઈને આશ્ચર્યચકિત થઈ રહ્યા છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ટેકનોલોજી નો ઉપયોગ પ્રચાર પ્રસાર કરવા માટે થઈ રહ્યો છે

હાલમા ડિજિટલ રોબોટનું ચલણ શરૂ થયું છે, પરંતુ આ ડિજિટલ રોબોટ વિધાનસભા ની ચૂંટણીના પ્રચારમાં વાપરવાની સૌપ્રથમ શરૂઆત ખેડા જિલ્લાના નડિયાદ વિધાનસભા બેઠક પરથી કરવામાં આવી છે.

આ અંગે હર્ષિલ પટેલ જણાવી રહ્યા છે કે, “આ કોન્સેપ્ટ છે એમાં એક રોબોટ છે એ રોબોટની અંદર આપણે અત્યારે એના દ્વારા હાઇ ટેક પ્રચાર કરી રહ્યા છે. ૨૦૧૪ થી જ્યારે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા છે ત્યારથી એમનો એક ડિજિટલ ઇન્ડિયા કોન્સેપ્ટ ચાલુ થયો છે અને અમે પણ ડિજિટલ ઇન્ડિયામાં કંઈક નવું કરીએ ત્યારે અમારી સાથે કારોબારીમાં કે ધ્રુવ પંડિત કરીને છે એમની ખાસ ઓળખ હતી. આમાં અને એમણે સુધારા વધારા કરીને ખાસ રોબોટ બનાવ્યો છે અને ખૂબ મહેનતે આ એક રોબોટ બન્યો છે અને એ ધ્રુવભાઇની મહેનતે આ એક રોબોટ બન્યો છે.આ રોબોટમાં અમે ઉમેદવારના કામગીરીના પેમ્પલેટ છપાવ્યા છે જે મૂક્યા છે સાથે જ ચૂંટણીના સ્લોગન પણ આમાં ફીટ કર્યા છે જે બોલશે એટલે હાઈ ટેક ડિજિટલ ચૂંટણી પ્રચાર આના થકી કરવામાં આવશે.

Other News : આણંદ જિલ્લામાં સાતેય મતદાર વિભાગના કુલ મળી ૧૫૪ ઉમેદવારી પત્રો ભરાયા

Related posts

વડોદરા : બીએસએફમાં ફરજ બજાવતા જવાન આસામ બોર્ડર પર શહીદ થયા…

Charotar Sandesh

આણંદ : ઈન્શ્યોરન્શ પોલીસીના હપ્તાના પૈસાની બાબતે એજન્ટ ઉપર જીવલેણ હુમલો

Charotar Sandesh

અમૂલ બ્રાન્ડ્‌સનું વાર્ષિક ટર્નઓવર અધધધ રૂ. ૪૫૦૦૦ કરોડે પહોંચ્યું…!!

Charotar Sandesh