અમદાવાદ : ગુજરાતી સિંગર વિજય સુવાળાનો આમ આદમી પાર્ટી સાથેનો મોહ ભંગ થઈ ગયો છે અને રાજીનામું આપી સિંગર વિજય સુવાળાને લઈને આજે સોમવારે બપોરે ભાજપમાં જોડાયા છે. રવિવારે સુરતમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલ સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ તેઓ ભાજપમાં જોડાશે તેવી અટકળો શરૂ થઈ હતી. પરંતુ છેલ્લે સુધી વિજય સુવાળા ના પાડતા રહ્યા હતા.
ત્યારે આજે ગાયક વિજય સુવાડા કમલમમાં સી.આર પાટિલના હાથે કેસરિયો ધારણ કર્યો છે
વિજય સુવાળા ભાજપમાં જોડાવવા માટે સમર્થકો સાથે કમલમ પહોંચ્યા હતા. આ દરમિયાન રજની પટેલ, પ્રદિપસિંહ વાઘેલા સહિતના ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા.
કમલમ ખાતે વિજય સુવાળાએ ભાજપનો કેસ ધારણ કરીને જણાવ્યું હતું કે, હું રાતનો ભૂલેલો દિવસે ઘરે પાછો ફર્યો છે. ૩-૩ પેઢીથી અમારો ભાજપ સાથે સંબંધ રહ્યો છે. ભાજપે ઘણું આપ્યું છે. તેમણે ઉમેર્યું કે ભાજપ વિશ્વની સૌથી મોટી પાર્ટી છે. હું નરેન્દ્ર મોદી સાહેબનો ફેન છું. પાટીલ સાહેબ મને દિકરા તરીકે માને છે. અને આજે પાટિલે મને દીકરાને આવકાર્યો હોય તે રીતે સ્વાગત કર્યું છે. લોકસેવા માટે જમીન પર કામ કરીશ. આજનો દિવસ મારા માટે ખૂબ અમૂલ્ય છે. મારો પરિવાર ત્રણ પેઢીથી ભાજપ સાથે જોડાયેલો છે. સંગઠન વિના કંઈ થઈ શકતું નથી અને ભાજપ જેવું સંગઠન મેં ક્યાંય જોયું નથી. હું વચન આપું છું કે હું તન મન ધનથી ભાજપ સાથે રહી લોકોની સેવા કરીશ.
તેમજ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે કહ્યું હતું કે, વિજયભાઈ સુંવાળા આજે ભાજપમાં જોડાયા છે. આજે હું તેમનું સ્વાગત કરું છું. તેઓ ફરીથી ઘરે પાછા આવ્યા છે. એ બીજી પાર્ટીમાં જોડાયા ત્યારે પણ મને મળ્યા હતા.
Other News : મહત્વનો નિર્ણય : પૂનમમાં મંદિરોમાં ભીડ ના થાય તે માટે ગુજરાતના તમામ મોટા મંદિરો બંધ રહેશે