નડિયાદ : એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ કઠલાલ મામલતદાર કચેરીના નાયબ મામલતદારને જમીન વેચાણની એન્ટ્રીને પ્રમાણીત કરવા બદલ ૨૫ હજારની લાંચ માંગતા રંગેહાથ ઝડપાયા હતા, આજે એસીબી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના પિઠાઈમાં રહેતા એક ઈસમના કાકા તથા દાદાની પીઠાઇ તા. કઠલાલ જી. ખેડા ખાતે ખેતીની જમીન વેચાણ રાખેલ. જેનો રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ સબ-રજીસ્ટ્રારની કચેરી ખાતે નોંધાયેલ. કાચી નોંધ પણ થઈ ગયેલ, જે કાચી નોંધને ૪૫ દિવસ પુર્ણ થવા આવતાં હોઈ સર્કલ ઓફિસરે તેને પ્રમાણિત કરી ન હતી, જેથી કઠલાલ મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર નરેન્દ્રસિંહ દિલાવરસિંહ ઝાલાનો સંપર્ક સાધેલ.
નડિયાદ એસીબી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
ત્યારે નાયબ મામલતદાર ઝાલાએ જણાવેલ કે, આજે છેલ્લો દિવસ છે હું આજે તમારી નોંધ નામંજુર કરીશ, તો તમારે પ્રાંત કચેરી ખાતે જવાનું થશે. માટે તું રૂપિયા ૪૫ હજાર આપી દે તો હું તારી એન્ટ્રી પ્રમાણિત કરી દઈશ આ સાંભળી જમીન ખરીદનારના પગનીચે થી જમીન ખસી ગયેલ. નાયબ મામલતદાર ઝાલાને વિનંતી કરેલ, ગમે તે ભોગે આ એન્ટ્રી પ્રમાણે કરી દેવા જણાવેલ હતું, કેમકે નાયબ મામલતદાર જો એન્ટ્રી નામંજુર કરે તો પ્રાંતમાં અપીલ કરવી પડે તેમજ ઘણો સમય જાય તેથી તે વખતે રૂપિયા ૨૦ હજાર નાયબ મામલતદાર ઝાલાને આપેલ, અને બાકીની રૂપિયા ૨૫ હજાર આપવાનો વાયદો કરેલ હતો.
દરમ્યાન જમીન ખરીદનાર આ નાણાં ભ્રષ્ટ અધિકારીને આપવા માંગતું ન હોય જે બાદ તેને નડિયાદ એસીબીને ફરિયાદ કરેલ, જેથી આજે નડિયાદ એસીબીએ કઠલાલ મામલતદાર કચેરીમાં લાંચનો છટકું ગોઠવી ૨૫ હજરની લાંચ સ્વીકારતા નાયબ મામલતદાર નરેન્દ્રસિંહ દિલાવરસિંહ ઝાલાને રંગે હાથ ઝડપી પાડેલ, જે અંગે નડિયાદ એસીબી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Other News : આણંદ બેંક ઓફ બરોડામાં ફાયરિંગ થતાં એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત : પોલિસે સિક્યુરીટી ગાર્ડની કરી ધરપકડ