આણંદ : શહેર સહિત જિલ્લામાં લગ્ન-પ્રસંગનો માહોલ જામ્યો છે, ત્યારે બીજી તરફ તંત્ર દ્વારા ડીજે સીસ્ટમવાળાઓને લઈ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે, જે જાહેરનામાનો ભંગ કરતા બે ડીજે સંચાલક સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી ૪.૬૬ લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો છે.
જાહેરનામા મુજબ રાત્રિના દસ વાગ્યા બાદ ડીજે વગાડી શકાય નહીં જેનો ઉલ્લંઘન કરતાં ડીજે સંચાલક અને લગ્નના આયોજક બંને રાત્રિના ૧૦ વાગ્યા બાદ ઉંચા અવાજે ડીજે સિસ્ટમ વગાડતા અટકાયત
પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદના ઉમા ભવનની પાછળ મોટા અવાજે ડીજે વાગતું હોવાની ફરિયાદ મળતાં પોલીસની ટીમ સ્થળ પર પહોંચી અને ડીજે વગાડતા શખસની ધરપકડ કરી તપાસમાં તે પ્રકાશ ચીમન વાઘેલા રહે. ચિખોદરા અને તે વિષ્ણુ રાજુભાઈ પરમાર(રહે. રાસનોલ)ના ઘરે લગ્ન પ્રસંગમાં આવેલ, જે અંગે સ્થાનિક પોલીસે મિનિટ્રક સહિત એમ્પીલીફાયર, ઇલેક્ટ્રીક જનરેટર, સ્પીકર સહિત કુલ રૂ.૪.૬૬ લાખનો મુદ્દામાલ જપ્ત કરી પ્રકાશ ચીમન વાઘેલા અને વિષ્ણુ રાજુ પરમાર સામે ગુનો નોંધી કડક કાર્યવાહી હાથ ધરી.
Other News : ચરોતરમાં ઠંડીનો પારો ૧ર ડિગ્રી નોંધાયો : આ તારિખથી ઠંડીની વિદાય નિશ્ચિત