Charotar Sandesh
બોલિવૂડ

અભિનેતા અલ્લુ અર્જુનની પુષ્પા ફિલ્મ ૩૦૦ કરોડને પાર

પુષ્પા ફિલ્મ (PUSHA)

મુંબઈ : અભિનેતા અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા’ (pushpa) ૧૭ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મને લઈને હજુ પણ જબરદસ્ત ચર્ચા ચાલી રહી છે. આ ફિલ્મે રિલીઝના પહેલા દિવસે હિન્દીમાં ૩ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. તેણે ૬ દિવસમાં હિન્દી ભાષામાં લગભગ ૨૩.૨૩ કરોડનો બિઝનેસ કર્યો છે. અત્યારે આ ફિલ્મ તેનાથી વધુ કલેક્શન કરી રહી છે. ફિલ્મની વાર્તા પુષ્પા રાજની છે જે તેની તેજસ્વી કુશળતાથી લાલ ચંદનનાં લાકડાંની દાણચોરીના વ્યવસાયમાં પ્રવેશ કરે છે.

‘પુષ્પા-ધ રાઇઝ’ની શાનદાર સફળતા માટે અલ્લુ અર્જુનને શ્રેય આપવામાં આવે છે

અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા’ (pushpa) ની બોક્સ ઓફિસ પર રેકોર્ડ બ્રેક કમાણીનો દોર યથાવત રહ્યો છે. આ ફિલ્મે સાઉથમાં ધમાકેદાર શરૂઆત કરી હતી અને એક સપ્તાહમાં લગભગ ૧૬૫ કરોડની કમાણી કરી હતી. તેણે હવે હિન્દી ભાષી પ્રેક્ષકોને પણ આકર્ષવાનું શરૂ કર્યું છે. આ ફિલ્મ હિન્દી ભાષી દર્શકોની પહેલી પસંદ બની રહી છે. આ ફિલ્મે ભારતમાં જબરદસ્ત કમાણી કરી છે અને હવે તે વિશ્વભરમાં નવા રેકોર્ડ બનાવી રહી છે.

પુષ્પા (pushpa) ના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ પરથી જાણકારી આપવામાં આવી છે કે પુષ્પા (pushpa) ભારતની ૨૦૨૧ની સૌથી મોટી ફિલ્મ સાબિત થઈ છે. આ ફિલ્મે વિશ્વભરમાં ૩૦૦ કરોડની કમાણી કરી છે. આ ફિલ્મે દેશભરમાં ભારતીય બોક્સ ઓફિસ પર લગભગ ૨૦૦ કરોડની કમાણી કરી છે. દક્ષિણમાં તેની કમાણીનો આંકડો સતત વધી રહ્યો છે. તે જ સમયે, હિન્દી ભાષી દર્શકોમાં પુષ્પાનો ક્રેઝ ત્રીજા વીકએન્ડમાં પણ ઓછો થયો નથી. પુષ્પા હવે ધીમે ધીમે રણવીર સિંહની ’૮૩’ને હરાવી રહી છે.

Other News : સાઉથના અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પાની બોક્સ ઓફિસ પર ધમાલ કરી રહી છે

Related posts

૨૦૨૦માં મોસ્ટ સર્ચ સેલિબ્રિટીમાં સુશાંત રાજપૂત ટોચ પર, રિયા રહી ત્રીજા ક્રમે…

Charotar Sandesh

બૉલીવુડ એક્ટર સત્યજીત દુબેના માતા કોરોનાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાયા…

Charotar Sandesh

મને નાગિન શો ઓફર થશે તો હું આંખ બંધ કરીને હા કહી દઇશ : નિક્કી તંબોલી

Charotar Sandesh