Charotar Sandesh
બોલિવૂડ

અભિનેત્રી યામી ગૌતમે પોતાનો જન્મદિવસ પતિ સાથે સેલિબ્રેશન કર્યું

યામી ગૌતમ

મુંબઈ : યામી ગૌતમ બોલિવૂડની પ્રતિભાશાળી અને સુંદર અભિનેત્રીઓમાંની એક છે. રવિવારે યામીનો જન્મદિવસ હતો, જેને તેણે ખૂબ જ ખાસ રીતે સેલિબ્રેટ કર્યો હતો.

યામીએ સેલિબ્રેશનની કેટલીક તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે. યામીની પ્રોફેશનલ લાઈફ વિશે વાત કરીએ તો અભિનેત્રીની ઘણી ફિલ્મો રિલીઝ માટે તૈયાર છે જેમાં દસ્વી, લોસ્ટ અને એ થર્સડે નો સમાવેશ થાય છે. યામી ગૌતમે ખૂબ જ સાદગીથી પોતાનો જન્મદિવસ ઉજવ્યો, જેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. યામીનો આ જન્મદિવસ ખૂબ જ ખાસ હતો કારણ કે લગ્ન પછી તેનો પહેલો જન્મદિવસ હતો.

સેલિબ્રેશનની તસવીર શેર કરતી વખતે, યામીએ પતિ આદિત્ય ધરનો પણ આભાર માન્યો છે

આટલું જ નહીં, યામીએ એમ પણ લખ્યું કે,તે ખુશનસીબ છે કારણ કે તેને આદિત્ય જેવો લાઈફ પાર્ટનર મળ્યો. તમને જણાવી દઈએ કે, યામીને કોઈ મોટુ સેલિબ્રેશન પસંદ નથી. તે પરિવાર સાથે સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરે છે,જે તેના ફેન્સને ખુબ પસંદ આવે છે. યામીએ આ વર્ષે જ આદિત્ય સાથે લગ્ન કર્યા હતા. અભિનેત્રીએ લગ્નના ફોટા શેર કરીને ચાહકોને ચોંકાવી દીધા હતા કારણ કે યામીએ આદિત્ય સાથેના તેના સંબંધોને બધાથી છુપાવીને રાખ્યા હતા.

Other News : રણવીર સિંહની નવી ફિલ્મનું ટીઝર રિલીઝ થતા ટીમ ઇન્ડિયાની ઐતિહાસિક જીતની યાદો તાજી થઇ

Related posts

હાલ તો સમય કંઈક શીખવા અને કમાવવા માટેનો છે…

Charotar Sandesh

મુંબઈ એરપોર્ટ પર એક્ટ્રેસ જ્હાનવી કપૂર સાથે સેલ્ફી લેવા ચાહકોની પડાપડી…

Charotar Sandesh

પવન કૃપલાણીની ફિલ્મમાં અર્જુન કપૂર-સૈફ અલી ખાન ચમકશે…

Charotar Sandesh