નવીદિલ્હી : દિવાળી બાદ ન્યુ દિલ્હી સહિત નોઇડા-ગુરૂગ્રામમાં એર ક્વોલીટી ઇન્ડેક્ષ અતિ જોખમી બન્યું છે, મંગળવારની સવારે રાષ્ટ્રીય વયુ ગુણવતા સુચક આંક આપતી સરકારી વેબસાઇટ પર લિસ્ટેડ ૪૦થી વધુ મોનિટરિંગ સ્ટેશનમાં દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં છઊૈં અતિ જોખમી સ્તરે પહોંચી ગયું છે. આ સાથે દિલ્હી પ્રદુષણ કંટ્રોલ બોર્ડના રિયલ ટાઇમ ડેટા જણાવે છે કે, દિલ્હીના જહાંગીરપુરીમાં હવા સામાન્યથી ૧૦ ગણી વધુ પ્રદુષિત છે. દિલ્હી-એનસીઆરમાં એર ક્વોલીટી ઇન્ડેક્ષ અતિ ખરાબ સ્તરે પર પહોંચ્યું છે.
સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અનુસાર, દિવાળીની રાત્રે, દિલ્હીનો હવા ગુણવત્તા સૂચકાંક સોમવારની રાત્રે ૯ કલાકે આનંદ વિહારમાં ૩૭૭ AQI સાથે “ખૂબ જ નબળી” શ્રેણી પર પહોંચ્યો હતો. દિલ્હીમાં આ વર્ષે પહેલીવાર એવું બન્યું છે કે, એર ક્વોલિટી ઇન્ડેક્સ “ખૂબ જ નબળી” કેટેગરીમાં પહોંચ્યો છે. નોઈડા સેક્ટર-૧૧૬માં એર ક્વોલિટી ઈન્ડેક્સ પણ ૩૨૨ના છઊૈંને વટાવી ગયો, જે ખૂબ જ નબળી શ્રેણીમાં આવે છે. ગુરુગ્રામમાં રાત્રે ૯ કલાકે છઊૈં ૩૪૬ હતો.
દિવાળીની રાત્રે ફટાકડા ફોડવાને કારણે દિલ્હી એનસીઆરની આ હાલત થઈ છે, સ્વિસ સંસ્થા AQIનિા જણાવ્યા અનુસાર, સ્ટબલ સળગાવવા, ફટાકડા ફોડવા અને મધ્યમ પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓને કારણે દિલ્હીનો AQI “ખૂબ જ નબળો” બની ગયો છે
સીપીસીબી અનુસાર, ૩૦૧ અને ૪૦૦ ની વચ્ચેનો AQI “ખૂબ નબળો” માનવામાં આવે છે. આવી હવાના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી શ્વાસ સંબંધી રોગ થઈ શકે છે. જો એમ હોય તો હવાની ગુણવત્તા “ગંભીર” (૪૦૧-૫૦૦) થવાથી માત્ર એક પગલું દૂર છે. હવા ગુણવત્તા સૂચકાંક જ્યારે ગંભીર સ્વસ્થ લોકોને અસર કરે છે અને હાલના રોગોવાળા લોકોને ગંભીર અસર કરે છે.
દિલ્હીનું મહત્તમ તાપમાન ૩૧.૨ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં એક ડિગ્રી ઓછું હતું. લઘુત્તમ તાપમાન ૧૪.૫ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં બે ડિગ્રી ઓછું હતું. દિલ્હીમાં ભેજનું સ્તર ૪૩ ટકાથી ૯૦ ટકાની રેન્જમાં હતું.
Other News : આણંદ જિલ્લાના આ પોલીસ સ્ટેશનમાં ચોરી : સ્ટ્રોંગ રૂમમાં રહેલ ગાંજાની ચોરી થતાં ચકચાર