Charotar Sandesh
ઈન્ડિયા

ટી૨૦ વર્લ્ડકપમાં પાકિસ્તાન હારી જતાં કાશ્મીરી વિદ્યાર્થીઓ બગડ્યા : બેફામ પથ્થરમારો ! જુઓ

ફાઈનલમાં પાકિસ્તાન

નવીદિલ્હી : ઈંગ્લેન્ડે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલા ટી-૨૦ વર્લ્ડકપના ફાઈનલમાં પાકિસ્તાનને હરાવીને ટ્રોફી જીતી લીધી છે. બાબરસેનાની હાર બાદ પંજાબના મોગામાં બે જૂથ વચ્ચે લોહિયાળ અથડામણ થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ ઘટના એક ખાનગી collegeમાં બનવા પામી હતી. લાલા લજપતરાય કોલેજ ઑફ એન્જિનિયરિંગ એન્ડ મેનેજમેન્ટમાં જમ્મુ-કાશ્મીરના વિદ્યાર્થી જૂથની ટક્કર બિહાર અને અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓ સાથે થઈ જતાં અનેક ઘાયલ થઈ જવા પામ્યા હતા.

પ્રારંભીક તપાસમાં એવો ખુલાસો થયો છે કે આ ઝઘડો T20 Match વર્લ્ડકપના ફાઈનલમાં England સામે Pakistanની હાર બાદ શરૂ થયો હતો. કાશ્મીરી વિદ્યાર્થીઓ મોટાભાગે એક જ જ્ઞાતિના હતા અને કથિત રીતે પાકિસ્તાનનું સમર્થન કરી રહ્યા હતા. જ્યારે બિહાર અને અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓએ પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા જે પછી મામલો બગડ્યો હતો અને જોતજોતામાં પથ્થરમારો શરૂ થયો હતો. સ્થાનિક પોલીસ અધિકારીઓએ દાવો કર્યો કે સ્થિતિ હવે નિયંત્રણમાં આવી ગઈ છે. ઘાયલ થઈ ગયેલા વિદ્યાર્થીઓને જિલ્લા હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે જેમાંથી નવ વિદ્યાર્થીઓ અત્યારે ઈમરજન્સી Wardમાં સારવાર મેળવી રહ્યા છે. હોસ્પિટલના વરિષ્ઠ ડૉક્ટરે જણાવ્યું કે ઘટનામાં કોઈને ગંભીર ઈજા પહોંચી નથી. અમુક વિદ્યાર્થીઓને પ્રાથમિક સારવાર આપવામાં આવી છે.

College પરિસર અને હોસ્ટેલ આસપાસ મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે

દરમિયાન કાશ્મીરી Studentsએ આરોપ લગાવ્યો છે કે બિહાર અને અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓએ તેમના ધર્મ વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. અથડામણમાં ઘાયલ થયેલા એક કાશ્મીરી વિદ્યાર્થીએ કહ્યું કે જ્યારે તેમણે અમારા ઉપર પથ્થરમારો કર્યો ત્યારે અમે પણ એવો જ જવાબ આપ્યો હતો.આ મામલે મોગા પોલીસના ASI એ જણાવ્યું કે ઘટનાની જાણ થતાં જ પોલીસ દોડી ગઈ હતી. પોલીસ સામે કોઈ પ્રકારનો હંગામો કે મારપીટ થઈ નથી અને ન તો કોઈએ એકબીજા વિરુદ્ધ કોઈ પ્રકારના અપશબ્દનો ઉપયોગ કર્યો. આ પછી પોલીસે બન્ને પક્ષો વચ્ચે સમાધાન પણ કરાવ્યું હતું.

Other News : યુપી, દિલ્હી બાદ હવે પંજાબના અમૃતસરમાં ભૂકંપ : રિકટર સ્કેલ પર ૪.૧ની તીવ્રતા નોંધાઈ !

Related posts

દેશમાં કોરોનાના કેસ ૭ લાખને પાર : મૃત્યુઆંક ૨૦,૧૬૦એ પહોંચ્યો…

Charotar Sandesh

માથું કપાવીશ પણ ભાજપ સામે ઝૂકીશ નહીં : મમતા બેનર્જીનો પડકારો…

Charotar Sandesh

ભારતમાં વિદેશી રોકાણ વધશે, ગ્રોથ રેટ સાત ટકા થશે : IMF

Charotar Sandesh