અમદાવાદ : ગુજરાતી ગાયક વિજય સુવાળાનો આમ આદમી પાર્ટી સાથેનો મોહ ભંગ થઈ ગયો છે અને રાજીનામું આપી સિંગર વિજય સુવાળાને લઈને આજે સોમવારે બપોરે ભાજપમાં જોડાયા છે. રવિવારે સુરતમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલ સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ તેઓ ભાજપમાં જોડાશે તેવી અટકળો શરૂ થઈ હતી. પરંતુ છેલ્લે સુધી વિજય સુવાળા ના પાડતા રહ્યા હતા. ત્યારે આજે ગાયક વિજય સુવાડા કમલમમાં સી.આર પાટિલના હાથે કેસરિયો ધારણ કર્યો છે.
મને એવું લાગે છે કે મારે તો રાજનીતિ જ છોડી દેવી જોઈએ. કારણ કે હું દીકરીઓ માટે જે કામ કરું છું, તેમાંથી મને સમય મળી રહ્યો નથી : આપ નેતા મહેશ સવાણી
ત્યારે આપ નેતા મહેશ સવાણીએ પણ મિડીયા સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું કે મને આમંત્રણ મળ્યું છે, ભાજપમાં જોડાઇને હું લોકોની સેવા કરીશ. છેલ્લે સુધી તેઓ ભાજપમાં જોડાશે કે કેમ તેના પર ફોલ પાડ્યો નહોતો. તેઓ છેલ્લે સુધી કહેતા રહ્યા કે મને મોકો મળશે તો હું ભાજપમાં સેવા કરીશ. આપ નવી પાર્ટી છે ભાજપ જૂની પાર્ટી છે. ભાજપનું વિશ્વમાં સૌથી મોટું સંગઠન છે. આ વાતો પરથી એકવાત સ્પષ્ટ છે કે સુવાળાનો ભાજપ પ્રેમ સ્પષ્ટ દેખાય છે. તમને જણાવી દઈએ કે વિજય સુવાળાને ઇસુદાન ગઢવી મનાવી શક્યા નહોતા. આપ નેતાઓ ઓલ ઇઝ વેલ કરતા રહ્યા અને ભૂવાજી ભાજપમાં જતા રહ્યા છે.
Other News : આપ નેતા અને ગુજરાતી સિંગર વિજય સુવાળા ભાજપમાં જોડાયા : CR પાટીલના હાથે ખેસ પહેર્યો