અમદાવાદ : રાજ્યમાં કુલ ૧૦૬૯ કેસ નોંધાયા હતા. તેમાંથી ૫૫૯ કેસ તો અમદાવાદ શહેર હતા. આમ રાજ્યના અન્ય જિલ્લામાં નોંધાયેલા ૫૧૦ કેસ કરતા પણ અમદાવાદના કેસ વધુ હતા. નવરંગપુરામાં ૭૬, બોડકદેવમાં ૫૨, પાલડીમાં ૫૧, જોધપુરમાં ૪૮, થલતેજમાં ૩૧, ગોતામાં ૨૩, રાણીપમાં ૨૩, નારણપુરામાં ૨૨ કેસ નોંધાયા હતા.
અમદાવાદ શહેર ફરી એકવાર કોરોના હોટસ્પોટ બન્યું છે. પશ્ચિમ અમદાવાદમાં કોરોના વિસ્ફોટ થયો છે.
૧ જાન્યુઆરીએ રાજ્યના અન્ય જિલ્લામાં કુલ ૫૧૦ કેસ, જ્યારે માત્ર પશ્ચિમમાં અમદાવાદમાં જ ૪૭૬ કેસ સામે આવ્યાં છે
જણાવી દઈએ કે આ રાજ્યના લગભગ ૪૪% અને અમદાવાદના કુલ કેસના ૮૫% જેટલા કેસ છે. ૫૫૯ માંથી ૪૭૬ કેસ પશ્ચિમ અમદાવાદમાં નોંધાવા સાથે પશ્ચિમના વિસ્તારો કોરોનાના હોટ સ્પોટ બની રહ્યા છે.
પૂર્વ ઝોનમાં નિકોલના બે વિસ્તારને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા છે.દક્ષિણ પશ્ચિમ ઝોનના સેટેલાઇટના એક અને મધ્ય ઝોનના શાહીબાગના એક વિસ્તારને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા છે. કુલ ૧૦૧ નવા ઘરોના ૩૩૭ લોકોને માઈક્રો કન્ટેઇનમેન્ટમાં મુકાયા છે.જેની સાથે જ શહેરમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ વિસ્તારની સંખ્યા વધીને ૪૦ થઇ ગઈ છે. જેને લઇ શહેરના વધુ ૧૧ વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા છે.
પશ્ચિમ ઝોનના નારણપુરા અને ઉસમાનપુરાના ૨ વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકવાનો નિર્ણય કરાયો છે. દક્ષિણ ઝોનમાં ઇસનપુરના એક વિસ્તારને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયો.તો ઉત્તર પશ્ચિમ ઝોનના ઘાટલોડિયા, ગુરુકુળ, બોડકદેવ અને જગતપુરના ૪ વિસ્તારને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા.
Other News : આગામી આ તારીખે ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે તેવી શક્યતાઓ : હવામાન વિભાગ