Charotar Sandesh
ઈન્ડિયા

૬૮ વર્ષ બાદ એર ઈન્ડિયા કંપની વેચાઈ ગઈ : આ ગ્રુપે ખરીદી લીધી એર ઈન્ડિયા, જાણો

કંપની એર ઈન્ડિયા

ન્યુ દિલ્હી : દેવામાં ડૂબેલી સરકારી વિમાન કંપની એર ઈન્ડિયા માટે ટાટાએ બોલી લગાવી હતી. સરકારે ૨૦૧૮માં એર ઈન્ડિયામાં ૭૬ ટકા ભાગીદારી વેચવાની રજૂઆત કરી પરંતુ ત્યારે કોઈ બોલી મળી નહીં. આ વખતે સરકાર આ કંપનીમાં પોતાની સંપૂર્ણ ભાગીદારી વેચી રહી છે.

હવે ટાટા ગ્રુપ એર ઇન્ડિયાના નવા ’મહારાજા’ બનશે

હરાજીમાં સૌથી વધુ કિંમત ચૂકવીને ટાટા સન્સે એર ઈન્ડિયાની બોલી જીતી લીધી છે. એર ઇન્ડિયાની વેચાણ પ્રક્રિયામાં ટાટા જૂથે સૌથી વધુ કિંમત વસૂલ કરીને બોલી જીતી છે.

૧૯૫૩માં ભારત સરકારે ટાટા પાસેથી આ એરલાયન્સ ખરીદી હતી અને હવે ફરી ૬૮ વર્ષ બાદ ટાટાએ સરકાર પાસેથી પોતાની વિરાસત પાછી મેળવી લીધી છે. એર ઈન્ડિયા માટે ટાટા ગ્રુપ અને સ્પાઈસ જેટના અજય સિંહે બોલી લગાવી હતી. ઉલ્લેખનીય છે કે સરકાર આ બીજી વખત એર ઈન્ડિયામાં પોતાનો હિસ્સો વેચવાની કોશિશ કરી રહી છે. આ પહેલાં ૨૦૧૮માં સરકારે કંપનીમાં ૭૬ ટકા હિસ્સો વેચવાની કોશિશ કરી હતી, પરંતુ એને કોઈ રિસ્પોન્સ મળ્યો નહોતો.

Other News : સિનીયર સીટીઝનની તકલીફ દૂર કરવા મોદી સરકારનો મોટો નિર્ણય

Related posts

ટ્‌વીટરને ખેડૂત આંદોલન મામલે વધુ ૧૨૦૦ જેટલા એકાઉન્ટ હટાવવા હુકમ…

Charotar Sandesh

સંસદમાં ગાંધી પરિવારની સુરક્ષા, જેએનયુ મુદ્દે હોબાળો…

Charotar Sandesh

હવે કોવિન વેક્સિન તમામને મળશે : રજીસ્ટ્રેશનની અનિવાર્યતાને સમાપ્ત કરાઇ…

Charotar Sandesh