Charotar Sandesh
બોલિવૂડ

અક્ષય કુમારે ’બેલ બોટમ’ માટે કપિલ શર્માના લીધા આશીર્વાદ, કોમેડિયને ફોટો શેર કર્યો

બેલ બોટમ (bell bottom)

મુંબઈ : કપિલ શર્મા ટૂંક સમયમાં જ પોતાનો શો ’ધ કપિલ શર્મા’ ફરી પાછો લઈને આવી રહ્યા છે. થોડા દિવસો પહેલા કપિલે શોની જાહેરાત કરી હતી. આ વખતે કપિલના શોના પ્રથમ મહેમાન અન્ય કોઈ નહીં પરંતુ અક્ષય કુમાર છે. આ શનિવારે, કપિલે અક્ષય કુમાર સાથે શૂટિંગ કર્યું. અક્ષય પોતાની ફિલ્મ બેલ બોટમ (bell bottom) ના પ્રમોશન માટે શોમાં આવ્યા હતા.

કપિલે શૂટ દરમિયાનનો ફોટો સો.મીડિયા પર શેર કર્યો છે.

જોકે, ફોટો સાથે કપિલનું કેપ્શન ઘણું ફની છે. અક્ષય કપિલના પગને સ્પર્શ કરી રહ્યા છે. અક્ષય ટ્રેકસુટ અને કપિલ બ્લેક સ્વેટશર્ટ અને બ્લેક જીન્સ સાથે જોવા મળે છે.

ફોટો શેર કરવા સાથે કપિલે લખ્યું, ‘પ્રખ્યાત ફિલ્મ અભિનેતા શ્રી અક્ષય કુમાર તેમની નવી ફિલ્મ બેલ બોટમ (bell bottom) માટે આશીર્વાદ લઈ રહ્યા છે.’ કપિલની આ પોસ્ટ પર તમામ ચાહકો રમુજી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. અક્ષય જ્યારે પણ કપિલના શોમાં જાય છે ત્યારે ખૂબ જ રમુજી વાતાવરણ સર્જાય છે. અક્ષય કુમાર પણ કપિલ શર્માની ગણી મજાક ઉડાવતા હોય છે. આ કારણે, ચાહકો રાહ જોઈ રહ્યા છે કે શોનો પહેલો એપિસોડ ક્યારે આવશે.

કપિલની આ પોસ્ટ પર અક્ષય કુમાર શું પ્રતિક્રિયા આપે છે તે જોવું રહ્યું. જોકે, અક્ષય એકમાત્ર સ્ટાર છે જે તેમના જવાબોથી કપિલનું મોઢું બંધ કરાવી દે છે.

કૃષ્ણા અભિષેકે શોના પહેલા દિવસના શૂટિંગનો વિડીયો પણ શેર કર્યો છે. આ દરમિયાન સુદેશ લેહરી કૃષ્ણા સાથે જોવા મળ્યા. કૃષ્ણા કહે છે કે સુદેશ જીએ પહેલા દિવસે શું કર્યું છે! સુદેશજીએ પહેલા જ દિવસે એટલું જોરદાર પરફોર્મ કર્યું છે કે બધા જોતા રહી ગયા. મને સુદેશ જી પર ગર્વ છે.

આ પછી સુદેશ કહે છે કે મને ખૂબ સારું લાગે છે કે તમે મારા ખૂબ વખાણ કરી રહ્યા છો, તો કૃષ્ણ મજાકમાં કહે છે કે પ્રશંસા નહીં, હવે આમને મારી પાસેથી પૈસા લીધા છે, હવે મને લાગે છે સારું કામ કરીને તમે પાછા આપી શકશો. કૃષ્ણાની વાત સાંભળીને સુદેશ મોટેથી હસવા લાગે છે.

Other News : રાજ કુંદ્રાને મોટો ઝટકો, મુંબઈ હાઈકોર્ટે ધરપકડને ગેરકાયદેસર ગણાવતી અરજી ફગાવી

Related posts

દીપિકાએ બિઝનેસની દુનિયામાં મુક્્યો પગ, ‘ડ્રમ્સ ફૂડ ઇંટરનેશનલ’માં રોકાણ કર્યું

Charotar Sandesh

ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’નાં શૂટિંગ માટે તુર્કી પહોંચ્યો આમિર ખાન…

Charotar Sandesh

અચાનક ૨૪ કલાકમાં બે વખત સંભાવના શેઠની તબિયત લથડતા સારવાર માટે ખસેડાઈ…

Charotar Sandesh