Charotar Sandesh
ઈન્ડિયા

એલર્ટ : કોરોનાથી એક જ દિવસમાં ૩,૯૯૮ના મોત : ૪૦ ટકા દર્દીઓ કેરળના

કોરોના
છેલ્લા ૨૪ કલાકમાં ૪૨ હજારથી વધુ પોઝિટિવ કેસ નોંધાયા
૪૦ ટકા દર્દીઓ કેરળના, હાલ ભારતમાં કોરોનાનો રિકવરી રેટ ૯૭.૩૬ ટકા જેટલો, કોરોના પોઝિટિવ કેસ અને મૃત્યુ આંકમાં નોંધપાત્ર વધારો થતાં ચિંતા

ન્યુ દિલ્હી : ભારતમાં કોરોનાના નવા કેસમાં ગઈકાલે ૧૨૫ દિવસ પછી આંકડો ૩૦ હજાર પર પહોંચ્યા બાદ ફરી નવા કેસની સંખ્યા ૪૦ને પાર પહોંચી ગઈ છે. જ્યારે ગઈકાલે મૃત્યુઆંક ૪૦૦ની નીચે પહોંચ્યા બાદ આજે ૩,૯૯૮ મોત નોંધાયા છે. લાંબા સમયથી ૧૦૦૦ની નીચે કોરોનાના દૈનિક મૃત્યુઆંક પહોંચ્યા પછી ફરી આંકડો ૪૦૦૦ને પાર પહોંચતા ફફડાટ વધ્યો છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે પાછલા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના ૪૨,૦૧૫ નવા કેસ નોંધાયા છે અને ૩,૯૯૮ દર્દીઓના મોત થયા છે. એક સાથે થયેલા આટલા બધા મોતના કારણે સ્થિતિ ચિંતાજનક બની છે. જોકે, દેશમાં પાછલા સળંગ ૩૦ દિવસથી દૈનિક પોઝિટિવિટી રેટ ૨.૨૭% સાથે ૩% કરતા નીચો રહ્યો છે.

ભારતમાં ૨૪ કલાકમાં વધુ ૩૬,૯૭૭ દર્દીઓ સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને ૩,૦૩,૯૦,૬૮૭ થઈ ગઈ છે, જ્યારે કોરોનાના કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા ૩,૧૨,૧૬,૩૩૭ પહોંચી ગઈ છે. જ્યારે વધુ ૪૦૦૦ની મૃત્યુઆંક નોંધાતા કુલ મત્યુઆંક વધીને ૪,૧૮,૪૮૦ થઈ ગયા છે.

ફરી એકવાર કોરોનાના સાજા થયેલા દર્દીઓની સંખ્યા નવા કેસ કરતા ઓછા નોંધાતા એક્ટિવ કેસ વધીને ૪,૦૭,૧૭૦ થઈ ગયા છે. ૧૬ જાન્યુઆરીએ ભારતમાં કોરોનાની રસી અભિયાનનો પ્રારંભ કરાયો હતો જેમાં ગઈકાલ સુધીમાં કુલ વેક્સીનેશનનો આંકડો ૪૧,૫૪,૭૨,૪૫૫ પર પહોંચી ગયો છે. દેશમાં કોરોના સામેની લડતને તેજ બનાવવા માટે વેક્સીનેશન પર વધારે ભાર આપવામાં આવી રહ્યો છે.

ICMR મુજબ ભારતમાં કોરોનાની તપાસ માટે ૨૦ જુલાઈ સુધીમાં કુલ ૪૪,૯૧,૯૩,૨૭૩ સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે વધુ ૧૮,૫૨,૧૪૦ સેમ્પલ લેવામાં આવ્યા હતા.

સૌથી વધારે નવા કેસની વાત કરીએ તો કેરળમાં મંગળવારે સૌથી વધારે કેસ નોંધાયા હતા. જ્યારે મહારાષ્ટ્ર આ મામલે બીજા નંબરે આવ્યું હતું. જોકે મહારાષ્ટ્રમાં સોમવારની સરખામણીએ મંગળવારે નવા કેસમાં વધારો નોંધાયો હતો. તે સિવાય આંધ્ર પ્રદેશ, ઓડિશા અને તમિલનાડુમાંથી કોરોનાના વધારે કેસ સામે આવ્યા હતા. હાલ ભારતમાં કોરોનાનો રિકવરી રેટ ૯૭.૩૬ ટકા જેટલો છે.

Other News : Alert : દિલ્હીમાં આતંકી હુમલાની શક્યતા, ૧૫ ઓગસ્ટ સુધી એલર્ટ જાહેર

Related posts

કોવેક્સિનમાં વાંછરડાના સીરમના ઉપયોગ મુદ્દે ભારત બોયોટેકે સ્પષ્ટતા કરી…

Charotar Sandesh

ખબર નહોતી ‘સન્ડે દર્શન’ નહીં આપું તો આટલાં મોટા ન્યૂઝ બની જશે ઃ બીગ બી

Charotar Sandesh

વાયુસેના બે મોરચે યુદ્ધ કરવા તૈયાર : એરચીફનો હૂંકાર…

Charotar Sandesh