-
આણંદમાં ભયંકર આગ લાગી : નગરપાલિકા પાસે મયુર સેલ્સમાં ફટાકડાને લઈ લાગી આગ
-
આણંદ શહેરમાં અત્યાર સુધી આ બીજો બનાવ…!
- ઈમારતનું ફાયર NOC ના હોવાનું સામે આવ્યું : ફાયરબ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવવામા આવ્યો
આણંદ : શહેરમાં આગનો બનાવ બન્યો છે, જેમાં નગરપાલિકા નજીક આવેલ મયુર સેલ્સ નામની ફટાકડાની દુકાનમાં આગ લાગી, જે ભયંકર આગને લઈ બાજુમાં રહેલ ઈમારતને પણ લપેટમાં લીધી હતી.
આ દુકાનમાં રહેલ ફટાકડાની ચીનગારીએ આખી દુકાન સહિત આસપાસની ઈમારતને પણ લપેટમાં લીધી, જેને દુકાનદારો સહિત લોકોમાં દોડધામ મચી જવા પામી હતી, આ ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડ જવાનો સહિત પોલીસ અધિકારીઓ, પ્રાંત અધિકારી સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. જોકે તેમ કાબુ મેળવી લેવાયો છે. અહીં આણંદ ઉપરાંત વિદ્યાનગર, પેટલાદ અને વડોદરાના ફાયરફાઈટર પણ પહોંચી ગયા હતા.
આણંદ ઉપરાંત વિદ્યાનગર, પેટલાદ અને વડોદરાના ફાયરફાઈટર પણ પહોંચી ગયા હતા
આણંદ પાલિકામાં ફાયરસેફટી નિયમો ચોપડે જ ચાલી રહ્યા છે. ફાયરવિભાગ વારંવાર ફાયરસેફટી અંગે નોટિસો નગરપાલિકાના વિસ્તારમાં આવેલી બિલ્ડીંગોને આપે છે અને તેની જાણ નગરપાલિકાને પણ કરે છે. આમ છતાં ઓળખાણ પાળખાણ અને ખુશામત વ્હાલી વહીવટી નીતિરીતિ રાખતા સત્તાધીશો ફાયર સેફ્ટી બાબતે કુણું અને બેજવાબદારભર્યું વલણ દાખવી રહ્યા છે.
આણંદ ફાયરબ્રિગેડ સહિત પીઆઈ-પાલિકા પ્રમુખ, પ્રાંત અધિકારી સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો
નોંધનીય છે કે, આણંદ શહેરમાં આ બીજો બનાવ છે, આ પહેલા થોડા વર્ષો અગાઉ ભોલેનાથ ફટાકડાની દુકાનમાં ભયંકર આગ લીધી હતી. હવે જોવું રહ્યું કે, સંબંધિત તંત્ર દ્વારા કોઈ યોગ્ય પગલાં ભરવામાં આવે છે કે નહિ..!
Other News : આણંદ : પોલીસ જવાનોને ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાના હસ્તે પ્રશસ્તિપત્ર એનાયત કરાયા