Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

આણંદ : તહેવારો નજીક આવતાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ એક્શનમાં : ૧ર દુકાનોમાં દરોડા

ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ (food and drugs department)

ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ (food and drugs department) ટીમે આણંદ, બોરસદ, આંકલાવમાંથી શંકાસ્પદ ૮ સેમ્પલો લીધા

આણંદ : તહેવારો નજીક આવતાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ (food and drugs department) ટીમ એક્શનમાં આવી છે, જેમાં ખાધ સામગ્રીમાં ભેળસેળ થતી અટકાવવા તંત્રએ ટીમો બનાવી આણંદ, બોરસદ, આંકલાવમાં ૧૨ એકમોમાં ચેકીંગ કરી શંકાસ્પદ ખાધ સામગ્રીઓના શંકાસ્પદ ૮ નમુનાઓ લઇને પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલી દેવાયા છે. જેનો રીપોર્ટ આવ્યા બાદ દંડ ફટકારી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

મળતી માહીતી અનુસાર, વાયરલ બિમારીઓના કેસોમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે લોકોના આરોગ્ય સાથે ચેંડા કરી મીઠાઈ (sweets) બનાવવામાં ખાધ સામગ્રીઓમાં ભેળસેળ કરીને વેચાણ કરવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠી હતી, જેને લઈ આણંદ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે ૪ ટીમો બનાવી આણંદ, બોરસદ, આંકલાવમાં મીઠાઈનું વેચાણ કરતાં દુકાનોમાં દરોડા પાડી કાર્યવાહી હાથ ધરાઈ હતી. જેના ભાગરૂપે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ (food and drugs department) ટીમ આણંદ, બોરસદ, આંકલાવમાં ૧૨ એકમોમાંથી બરફી, માવો, પેંડા, મીઠાઈના શંકાસ્પદ ૮ નમુનાઓ લીધા હતા જેને તપાસ અર્થે મોકલી આપવામાં આવેલ છે.

Other news : આણંદ : ગેરકાયદેસર રીતે બોગસ ટેલિફોન એક્સચેન્જ ચલાવતાં યુપીના બે ઈસમો ઝડપાયા

Related posts

કોરોના રસીકરણ મહાઅભિયાનનો આણંદથી પ્રારંભ કરાવતા સાંસદ મિતેષભાઇ પટેલ…

Charotar Sandesh

આણંદમાં ઉમા ભવન ખાતે ૧૨૫ પ્રાથમિક શિક્ષકોએ રકતદાન કર્યું…

Charotar Sandesh

વોર્ડ નં. ૧-૨-૩-૪ના કાઉન્સીલરો-સ્થાનિકોએ સુવિધાઓના અભાવને લઈ પાલિકામાં હલ્લાબોલ કરી ધરણા કર્યા

Charotar Sandesh