આણંદ : ખંભાતમાં રહેતી યુવતિ ધર્મ પરિવર્તન કર્યા બાદ પતિ સહિત સાસરિયાઓ દ્વારા હેરાનગતિ શરૂ કરાતાં દહેજની માંગણી કરતા પરણિતાએ ખંભાત પોલીસ મથક (police station) માં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, જિલ્લાના ખંભાતમાં મેતપુર રોડ ઉપર રહેતી યુવતીએ ગાયત્રી નગર સોસાયટીમાં રહેતા ઉત્કર્ષ પ્રદીપ કુમાર પુરાણી સાથે ધર્મ પરિવર્તન કરી પ્રેમ લગ્ન તારીખ ૨૧/૬/૨૦૨૧ ના રોજ કરેલ, જે બાદ લગ્નજીવન થોડા દિવસ સારું રહ્યું, ત્યારબાદ પતિ ઉત્કર્ષ પુરાણીએ શારીરિક-માનસિક ત્રાસ આપવાનું શરૂ કરેલ, પરિણીતાએ તેના પતિ ઉત્કર્ષ પુરાણીનો મોબાઈલ ચેક કરતા અન્ય યુવતીનાં ફોટા-મેસેજ ધ્યાને આવેલ.
તું તારા બાપને ઘેરથી કોઈ ચીજ-વસ્તુ લાવેલ નથી, એમ કહી દહેજની માંગણી કરતા !
જે અંગે પરણીતાએ પતિને પુછપરછ કરતાં સરખો જવાબ આપેલ નહીં, તેમજ સાસુ-સસરા દ્વારા ઘરના કામકાજ માટે મેણા-ટોણા મારી ઝઘડો કરી મારાઝૂડ કરતા હતા, અને કહેતા કે તું તારા બાપને ઘેરથી કોઈ ચીજ-વસ્તુ લાવેલ નથી, એમ કહી દહેજની માંગણી કરતા, ત્યારબાદ પતિ અને સાસુ-સસરાએ પ્રણિતામ યુવતીને તું ઘરમાંથી નીકળી જઈશ, તો ક્યારેય પછી તને બોલાવીશું નહીં અને છૂટાછેડા આપી દઈશું, એમ જણાવી ત્રાસ ગુજારતા હતા, જે બાદ યુવતીએ કંટાળીને ખંભાત પોલીસ મથકે (police station) ફરિયાદ નોંધાવતા પોલીસે પતિ ઉત્કર્ષ અને સાસુ-સસરા વિરુદ્ધ ઇપીકો કલમ ૪૯૮ (ક), ૩૨૩,૫૦૪,૧૧૪ તથા દહેજ પ્રતિબંધ ધારા મુજબનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
Other News : કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને સતત બીજો ગોલ્ડ : મીરાબાઈ ચાનૂ બાદ ૧૯ વર્ષીય જેરેમી લાલરિનુંગાએ અપાવી સફળતા