Charotar Sandesh
ગુજરાત ચરોતર

આણંદ-ખેડા-ગુજરાત : દિવસભરના સમાચાર : : ક્લીક કરો અને જુઓ હેડલાઈન્સ તારીખ : ૨૩-૧૨-૨૦૨૪, સોમવાર

આણંદ-ખેડા-ગુજરાત

કચ્છમાં ભારત – પાક બોર્ડર પર 3.7ની તીવ્રતાનો ભૂકંપ

એક માસમાં ત્રણ વખત ધરતી ધ્રુજી

ગુજરાત હાઇકોર્ટમાં 1.70 લાખ કેસ પેન્ડીંગ

રાજ્યની જિલ્લા અને નીચલી અદાલતોમાં પડતર કેસની કુલ સંખ્યા 16,90,643: કાયદા અને ન્યાય રાજ્યમંત્રીનો રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીને પ્રત્યુત્તર

નડિયાદમાં ફરી રફ્તારના કહેરે એકનો જીવ લીધો : કાર ચાલકે બાઈક ચાલકને મારી ટક્કર

બપોરના સમયે પુરપાટ ઝડપે આવતી ઈકો કારે બાઇકને અડફેટે લેતાં એકનુ મોત

ખેડા જિલ્લાના વડતાલધામના સંતો-સેવકોએ મોડી રાત્રે ધાબળા ઓઢાડી હુંફાળું કાર્ય કર્યું

સ્વયંસેવકોની ટીમ દ્વારા ૧૨ હજારથી વધુ ગરમ ધાબળાઓનું વિતરણ કરવામાં આવ્યું

સ્માર્ટ વીજમીટર લગાવવાની કામગીરી શરૂ

આણંદ જિલ્લામાં કલેક્ટર કચેરી, સરકારી કચેરીઓ, અધિકારીઓના ઘરે, સાંસદની ઓફિસ તેમજ MGVCL કર્મીઓના ઘરે સ્માર્ટ વીજમીટર લગાવાયાં

ગૃહમંત્રી અમિત શાહને હોદ્દા પરથી દૂર કરવાની માંગ: ડૉ. બાબાસાહેબ આંબેડકર વિષે કરેલી ટિપ્પણીના વિરોધમાં આણંદ કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું

દારૂ અંગે પોલીસના દરોડા: ડભોઉમાં ડાંગરના ગંઠા નીચે દારૂનો જથ્થો સંતાડી રાખી વેચાણ કરનાર યુવકને પોલીસે ઝડપી લીધો

ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ અને જિલ્લા કોંગ્રેસ અનુસુચિત જાતિ વિભાગના નડિયાદમાં ધરણાં યોજી અમિત શાહનો વિરોધ નોંધાવ્યો

ગાઢ ધુમ્મસ સાથે વાદળછાયું વાતાવરણ: Nadiad-Anand સહિત સમગ્ર જિલ્લામાં ગાઢ ધુમ્મસ સાથે વાદળછાયું વાતાવરણ, કાતિલ ઠંડી સાથે ભેજનું પ્રમાણ વધ્યું

અમદાવાદમાં ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને નુકસાન પહોંચાડાયું : સમગ્ર વિસ્તારમાં તનાવ

PM – JAY : કાર્ડીયોલોજી સારવારમાં ફુલટાઇમ તબીબો જરૂરી : કેન્સર – ઓર્થોપેડીક માટે પણ નવી SOP

કાર્ડીયોલોજીસ્ટ અને કાર્ડીયોથોરેસ્ટી સર્જન ફુલટાઇમ કામ કરતા હોય તેવા સેન્ટરોને જ ક્લ્સટર તરીકે માન્યતા : એનેસ્થીક અને ફીજીયોથેપાસ્ટ રાખવા આવશ્યક

સોલાર-પવન ઉર્જા ઉત્પાદનમાં ગુજરાત બીજા ક્રમે: ચાર વર્ષમાં 86 ટકાની વૃદ્ધિ

યાત્રાધામ અંબાજીથી પરત જતી ત્રણ ખાનગી બસ પર પથ્થરમારો: ચોંકાવનારી ઘટના

યુવક – યુવતીઓના જાતિય આવેગ વધારતું 1 કરોડનું ‘ડેટ રેપ ડ્રગ્સ’ અમદાવાદથી પકડાયું

ત્રણ નાઇજીરીયન સહિત ચારની ધરપકડ : અદનાન ફર્નિચરવાલાને યુએસએથી ડિપોર્ટ કરાયો છે

રૂ. 86.57 કરોડના જીએસટી બોગસ બિલિંગ કૌભાંડમાં કેપ્કો એલોય્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજીંગ ડાયરેકટર કૃપેશભાઇ પટેલ ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન

રાજ્યમાં બોગસ તબીબનો રાફડો ફાટ્યો : સુરત પોલીસે રાજકોટના 26 સહિત 1300 ઘોડા ડોકટરોની શોધખોળ આદરી

ધો.10 પાસને રૂ.70 હજારમાં ડિગ્રી આપી પ્રોટેકશનમની ઉઘરાવતાં: સુરત પોલીસે રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં દરોડા પાડવા તજવીજ આદરી

સૌરાષ્ટ્ર – કચ્છમાં ધાબડીયુ વાતાવરણ : ઠંડી ઘટી : નલીયા 7.9 ડિગ્રી

રાજયમાં હવે ‘સાયબર ક્રાઇમ’ નું નવું માળખું સ્થપાશે

ઇન્ટેલિજન્સ બ્યુરો (IB), CID ક્રાઇમ, એન્ટી કરપ્શન બ્યુરો (ACB) ની જેમ હવે અલગથી સાયબર ક્રાઇમ યુનિટ શરૂ કરાશે

સુરતમાંથી 15 કિલો સોનુ પકડાયું

વિદેશી માર્કાના બિસ્કીટ-ટુકડા તથા ભુક્કા સહિતનો જથ્થો શંકાસ્પદ લાગતા જપ્ત: બેની અટકાયત

રાજ્યમાં મોડી રાત સુધી મહિલાઓ સુરક્ષિત ફરે છે, તેની સુરક્ષાની જવાબદારી મારી છે : DGP

એક મહિનામાં સૌથી વધુ ’ફ્રોડ’ની રકમ પરત અપાવવામાં ગુજરાત પોલીસ ’અવલ્લ: ’તેરા તુજકો અર્પણ’ પ્રોજેક્ટમાં ગયા મહિનામાં 570 પ્રોગ્રામ યોજાયા

કરપ્શન જોઈએ જ નહિં, વિકાસ આડેના ભ્રષ્ટાચારને દુર કરો: મુખ્યમંત્રી

કડકડતી ઠંડી વચ્ચે ગુજરાતમાં ૨૭ અને ૨૮ ડિસેમ્બરે વરસાદની આગાહી

માં અંબાના દર્શન કરી મહેસાણા પરત ફરતી બસ પર પથ્થરમારો

બનાસકાંઠામાં દારૂના જથ્થા સાથે ૧૪.૮૭ લાખનો મુદ્દામાલ કબજે

લિકર પરમીટનો શરાબ લેવા જાવ છો! તો આધાર સહિત ત્રણ ID લેતા જજો, નહિ તો થશે ધક્કો

સરકારી સ્કૂલોના શિક્ષકોના લાખો-કરોડોના હવાલા અને સંપત્તિની તપાસ થશે

ખ્યાતિકાંડ બાદ હોસ્પિટલો માટે નવી SOP જાહેર

હવેથી ઇમરજન્સી કેસમાં વીડિયોગ્રાફી ફરજિયાત અપલોડ કરવાની રહેશે : આરોગ્ય મંત્રી

Other News : દેશ-વિદેશ : દિવસભરના સમાચાર : : ક્લીક કરો અને જુઓ હેડલાઈન્સ તારીખ : ૨૩-૧૨-૨૦૨૪, સોમવાર

Related posts

ત્રિ-પાંખીયો જંગ નક્કી : કેજરીવાલનું મિશન-૨૦૨૨ ગુજરાત : તમામ બેઠકો પર આપ ચૂંટણી લડશે…

Charotar Sandesh

ધોરણ ૯ અને ૧૧ના વર્ગો ૨૦મી જાન્યુઆરી આસપાસ શરૂ થાય તેવી સંભાવના….

Charotar Sandesh

આણંદ નશાબંધી અને આબકારી અધિક્ષકની કચેરી દ્વારા “નશાબંધી પ્રચાર-સપ્તાહ ૨૦૨૧”નો પ્રારંભ

Charotar Sandesh