Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

આણંદ લોકલ ક્રાઈમ બ્રાંચે એક્સપ્રેસ વે ઉપર ટ્રકમાંથી ૧૦ લાખનો વિદેશી દારૂ જપ્ત કર્યો

વિદેશી દારૂ

આણંદ : ગુજરાતમાં દારૂની હેરાફેરી છાશવારે થઈ રહી છે, ત્યારે પોલીસ પણ વોચ રાખી દારૂનો મુદ્દામાલ કબ્જે કરતી હોય છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદ નજીકથી પસાર થતાં એક્સપ્રેસ વે પર સ્થાનિક ગુના શોધક શાખાની ટીમે વોચ ગોઠવી ટ્રકમાં ભરેલો ૯.૯૪ લાખનો વિદેશી દારૂ પકડી પાડ્યો હતો. હરિયાણાથી નીકળેલી આ ટ્રકમાં લોખંડ અને એલ્યુમિનીયમની ચેનલ નીચે દારૂ સંતાડવામાં આવ્યો હતો. આ અંગે પોલીસે કુલ ત્રણ વ્યક્તિ સામે ગુનો નોંધ્યો હતો. અટક કરી પુછપરછ કરતાં તેણે ટ્રક આપનાર શખસ અને રૂટ બતાવનાર શખસ વિશે માહિતી આપી હતી. આથી, પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી વિદેશી દારૂ કિંમત રૂ.૯.૯૪ લાખ, ટ્રક, મોબાઇલ, રોકડ, લોખંડની ચેનલ મળી કુલ રૂ.૨૫,૨૯,૫૦૦ મુદ્દામાલ કબજે કરી ત્રણેય વિરૂદ્ધ આણંદ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ આપી હતી.

આણંદ સ્થાનિક ગુના શોધક શાખાની ટીમને બાતમી મળી હતી કે, મિનીટ્રક નં.જીજે ૦૨ ઝેડઝેડ ૧૧૪૫માં લોખંડ અને એલ્યુમિનીયમની ચેનલ ભરેલી છે. જેની નીચે વિદેશી દારૂ સંતાડેલો છે. આ ટ્રક બરોડાથી અમદાવાદ જવા એક્સપ્રેસ વે પરથી પસાર થઇ રહી છે.

બાતમી આધારે પોલીસ ઇન્સ્પેક્ટર પી.એ. જાદવ સહિતની ટીમે એક્સપ્રેસ વે પર વોચ ગોઠવી હતી

બરોડા તરફથી આવતી મિની ટ્રકને રોકી તેના ચાલકની અટક કરી પુછપરછ કરતાં તે સંદીપ સતબીર પ્રજાપતિ (ઉ.વ.૨૮, રહે.ઉકલાના, જિ. હિસાર, હરિયાણા) હોવાનું જણાવ્યું હતું. મિની ટ્રકમાં તલાસી લેતાં મીણીયાથી લપેટેલ લોખંડની તેમજ એલ્યુમીનીયમની ચેનલના બંડલ નીચે વિદેશી દારૂના બોક્સ મળી આવ્યાં હતાં. જેની ગણતરી કરતાં ૨૩૦ પેટી દારૂ તથા બિયર મળી આવ્યું હતું.

Other News : ગુજરાત સરકાર કાયદો લાવશે : મોબાઈલમાં ઓનલાઈન જુગાર પર બે વર્ષની સજા થશે

Related posts

અડાસમાં અનાજ વિતરણનું નિરીક્ષણ કરતા પ્રદેશ ભાજપ મહિલા અગ્રીણ ડૉ.હંસાકુવારબા રાજ…

Charotar Sandesh

આણંદમાં કોરોનાના ગ્રામ્ય વિસ્તારોમાં બેકાબૂઃ ૬ ગામોમાં સ્વૈચ્છિક લૉકડાઉન જાહેર…

Charotar Sandesh

રાજ્યના ખેડા-આણંદ સહિત ઘણા જિલ્લાઓમાં આજે તારીખ ૧૬ જૂને તમામ શાળાઓ બંધ રાખવા સુચના

Charotar Sandesh