Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ : વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા આતંકવાદીઓના પૂતળાનું દહન કાર્યક્રમ યોજાયો

વિશ્વ હિન્દુ પરિષદ

આણંદ : ધારા ૩૭૦ રદ્દ થવાથી હતોત્સાહિત થયેલા આંતકવાદીઓએ હમણાં કાશ્મીર ખીણમાં નિર્દોષ હિંદુ અને સિખ ભાઈ-બહેનોને નિશાને બનાવ્યા છે. કુલ ૭ નિર્દોષોને તેમના નામ – ધર્મ પુછી, સ્થાનિક મુસ્લિમોથી અલગ કરી, આતંકીઓ દ્વારા ગોળી મારવામાં આવી છે.

આ ઘટના અત્યંત દુઃખદ અને બિનસાંપ્રદાયિક દેશમાં અસહ્ય છે

કાશ્મીર ખીણમાં રહેતા તમામ હિંદુઓમાં સમગ્ર ભારત દેશ તેમની સાથે છે તેવો સકારાત્મક મેસેજ જાય, આતંકવાદીઓ અને તેમના સમર્થકોની શાન ઠેકાણે આવે, પ્રસાશન આતંકવાદ વિરૂદ્ધ હજુ પણ કઠોર કદમ ઉઠાવે અને ભારતીય સેનાના મનોબળમાં વધારો થાય, તેવા ઉદ્દેશ્યથી દિનાંક ૯/૧૦/૨૦૨૧, શનિવારે સાંજે 3 થી 5 દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા સમગ્ર ભારતભરમાં આતંકવાદીના પૂતળાનું દહન કાર્યક્ર્મ જે અંતર્ગત આણંદ, બોરસદ, પેટલાદ, તારાપુર, ગાના, ઉમરેઠ, સોજિત્રા સહિત આણંદ જિલ્લામાં રાખવામાં આવ્યા.

ઉપરોકત કાર્યક્ર્મ માં વિશ્વ હિન્દુ પરિષદ આણંદ જિલ્લા અધ્યક્ષ જયેશભાઈ પટેલ, જિલ્લા મંત્રી ઉમેશભાઇ ઠકકર, બજરંગ દળ જિલ્લા સંયોજક આકાશભાઇ રાવ, યોગેશભાઇ શર્મા, સોનુભાઇ ખટવાની, પ્રકાશભાઇ રાજપુત, પ્રકાશભાઇ અહુજા, અનુપભાઇ પટેલ, સિદ્ધાર્થ યાદવ, ધ્રુમિલ મહેતા,જગદીશભાઇ પ્રજાપતી, કેતનભાઇ રાવ, ચિન્ટુભાઇ, ધૃપેશ, ગોપાલ ભરવાડ,પ્રવિણસિંહ, ભદ્રેશ (ડાહ્યો), મેહુલ, આર ડી બારીયા, સહીત મોટી સંખ્યામા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Other News : ડ્રાઈવિંગ લાયસન્સ અને RC સહિતના દસ્તાવેજોની વેલીડીટી તા.૩૧ ઓકટોબર-૨૧ સુધી લંબાવાઈ

Related posts

ખેડા જિલ્લામાં કોરોનાના વધુ ચાર કેસો સામે આવતા તંત્ર હરકતમાં આવ્યું…

Charotar Sandesh

આણંદ : વહેરાખાડી ગામે રેતી ખનન કરતા ભુમાફીયાઓ દ્વારા તલાટી પર હિચકારો હુમલો કરાતા રોષ…

Charotar Sandesh

બોરસદ તાલુકાના ગામોમાં પુરમાં તણાયેલા વધુ ર મૃતકો મળ્યા : કુલ મૃત્યુઆંક ત્રણ થયો : NDRF ટીમ તૈનાત

Charotar Sandesh