રાષ્ટ્રપિતા ગાંધી જયંતી નિમેતે ગુજરાત રાજ્યના દરેક જિલ્લા મથકે ૨ ઓક્ટોબરથી ૮ મી ઓક્ટોબર સુધી નશામુક્તિ અર્થે પ્રચાર- પ્રસારના કાર્યક્રમો આયોજીત કરવામાં આવે છે.નશાબંધી અને આબકારી વિભાગ, આણંદ જિલ્લા અને આણંદ કૃષિ યુનિવર્સીટી દ્વારા સંયુક્ત ઉપક્રમે નશાબંધી સપ્તાહના ઉદઘાટનનો કાર્યક્રમ આણંદ કૃષિ યુનિવર્સીટી ખાતે સવારે ૧૦.૦૦ કલાકે આયોજીત કરવામાં આવેલ.
આણંદ જિલ્લાના માન. સાંસદશ્રી મિતેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા
આણંદ કૃષિ યુનિવર્સીટીના માન. કુલપતિશ્રી ના અધ્યક્ષતા હેઠળ આયોજિત આ સમારંભમાં આણંદના સિનિયર ઓનકોલોજીસ્ટ ડૉક્ટર અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના વાઇસ પ્રેસીડેન્ટ, ડૉ. શૈલેષ શાહ અને પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વવિધાલય, આણંદના બ્રમ્હાકુમારી ગીતા દીદી તેમજશ્રી ડી.જે. વનાણી, અધિક્ષક, નશાબંધી અને આબકારી, આણંદ,ડૉ. ડી. એચ. પટેલ, નિયામકશ્રી, વિધાર્થી કલ્યાણ, આ.કૃ.યુ., આણંદ, આણંદ કૃષિ યુનિવર્સિટીના તમામ યુનિવર્સિટી ઓફીસર, કર્મચારીઓ તથા વિધાર્થીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહાનુભાવોએ દિપ પ્રાગટ્યથી કરી કાર્યક્રમને ખુલ્લો મુક્યો.શ્રી મિતેષભાઇ પટેલ, માન. સાંસદશ્રી, આણંદએ વિધાર્થીઓને ભારત સરકાર તેમજ ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતા વિવિધ નશાબંધી કાર્યક્રમો વિશે માહિતી આપી હતી અને નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા ચલાવવામાં આવી રહેલી નશાબંધી ઝુંબેશની પ્રસંશા કરી હતી. ડૉ. કે.બી. કથીરીયા સાહેબે પોતાના વકતવ્યમાં આણંદ કૃષિ યુનિવર્સિટીના વિધાર્થીઓને હાકલ કરી હતી.
ડૉ. શૈલેષ શાહ, વાઇસ પ્રેસીડેન્ટ, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા વિવિધ પ્રકારના વ્યસનોથી થતા કેન્સર વિશે વિધાર્થીઓને માહિતી આપી હતી. ગીતા દીદીએ ધાર્મિક અભિગમથી વ્યક્તિને વ્યસનોથી બરબાદ થતાં કેવી રીતે અટકાવી શકે તે અંગે વાત કરી હતી.
શ્રી ડી.જે. વનાણી, અધિક્ષક, નશાબંધી અને આબકારી, આણંદ તેમના સ્વાગત વકતવ્યમાં નશાબાંધી અને આબકારી અધિક્ષકની કચેરી દ્વારા ચલાવવામાં આવતા વિવિધ નશાબંધી પ્રચાર-પ્રસાર અંગેના કાર્યક્રમની વાત કરી હતી.
કાર્યક્રમના અંતે તમામને નશામુક્ત રહેવા અને અન્યોને આ બાબતે જાગૃત કરીને જાગૃત કરવા પ્રતિજ્ઞા લેવડાવવામાં આવેલ.કાર્યક્રમને અંતે રાષ્ટ્રગાન ગાઇને કાર્યક્રમની પૂર્ણાહુતી કરવામાં આવેલ.
Other News : ખેડા જિલ્લા કલેકટર કે. એલ. બચાણીની અધ્યક્ષતામાં જિલ્લા લોક ફરિયાદ નિવારણ- જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો