શિક્ષક દિન વિશેષ (Teacher’s day special) : ખુલ્લી છતનો તપસ્વી શિક્ષક
આણંદ : “‘શિક્ષક કભી સાધારણ નહીં હોતા” ઉક્તિને સાર્થક કરતા આણંદ તાલુકાના ચિખોદરા ગામના શિક્ષક નીતિનકુમાર પ્રજાપતિએ ગરીબ-ઝુંપડપટ્ટીના બાળકોને અક્ષરજ્ઞાન પીરસવાની સાથે દિવ્યાંગ બાળકોને પણ શિક્ષિત કરવા સાથે દેવોની લીપી ગણાતી સંસ્કૃત ભાષા અંગે બાળકોને ભાથુ પીરસવાનું બીડું ઝડપ્યું છે.
છેલ્લા ૨૦ વર્ષથી નિઃશુલ્ક પણે કોઈપણ સ્વાર્થ વિના કોઈ દાન કે ભેટ સ્વીકાર કરતા નથી. જો કોઈ દાતા મળે તો વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ પણ સીધી બાળકોના હાથમાં અપાવી દે છે. શિક્ષણના પવિત્ર વ્યવસાયને છાજે એ રીતે ગરીબ બાળકોને શિક્ષિત કરતા આ શિક્ષણ યોગી નીતિનકુમારને શિક્ષક દિને યાદ કરવા ખપે.
નીતિનકુમાર પ્રજાપતિ દ્વારા છેલ્લા ૨૦ વર્ષથી બાળકોને અલગ-અલગ ભાષાનું પણ શિક્ષણ અપાય છે
મૂળ ગાંધીનગરના વાગોસણાના વતની અને હાલ આણંદ નજીક ચિખોદરા ખાતે રહેતા નિતીનકુમાર આત્મારામ પ્રજાપતિ ખરેખર શિક્ષણના વ્યવસાયને સાચા અર્થમાં ચરિતાર્થ કરી રહ્યા છે.અંગ્રેજી વિષય સાથે બી.એ. થયેલ નીતિનકુમાર પ્રજાપતિએ અભ્યાસ કર્યા બાદ ડીપ્લોમાં ટીઈએફએલનો કોર્ષ કર્યો છે અને હાલ આણંદ ખાતે ગ્લોબલ લેંગ્વેજ સેન્ટર અંગ્રેજીનું ટ્રેનીંગ સેન્ટર ધરાવે છે.
પિતા આત્મારામ પ્રજાપતિ નિવૃત્ત શિક્ષક હતા અને નિવૃત્તિના સમયે પિતાએ આપેલ શીખ મુજબ નીતિનકુમારે ગરીબ બાળકોને શિક્ષિત કરવાનું બીડું ઉપાડયું છે. અંગ્રેજીની સાથે સાથે હિન્દી, ગુજરાતી અને સંસ્કૃત ભાષાઓ શીખવાડવાના પોતાના વ્યવસાયિક કાર્યોની સાથે સાથે તેઓ માનવ અને સમાજ સેવાને પણ વરેલા છે.
આજની મુલાકાતમાં શ્રી નીતિનભાઈ પ્રજાપતિએ વધુમાં ઉમેર્યુ હતું કે સવારના સમયે ૧૦-૩૦ થી ૧૨-૩૦ સુધી સવારના બે કલાક પાતોડપુરા હાડગુડ તાબે અને ચિખોદરા ખાતે, ત્યારબાદ બપોર પછી ગણેશ બ્રીજ પાસે અને ગામડી ખાતે સાંજે ૪-૦૦ થી ૭-૦૦ ના સમય દરમિયાન બાળકોને ભણાવી રહ્યા છે.
હાલ ચોમાસા દરમિયાન તેઓ અઠવાડીયામાં એક દિવસ દર શનિવારે ભણાવે છે, જ્યારે ઉનાળા દરમિયાન શનિ અને રવિવારે બે દિવસ ભણાવે છે. હાલમાં તેમની પાસે ધોરણ ૧ થી ૭ સુધીના ૩૨૫ જેટલા ભૂલકાઓ ભણવા માટે આવે છે.
Other News : નાર ખાતે આવેલ ગોકુલધામ પરિસરમાં થયો ગણેશ ઉત્સવ પ્રારંભ