અમદાવાદ : આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો ૧૨૫ બેઠકો જીતવાનો લક્ષ્યાંક છે, જેને લઈ મિશન ૧૨૫ને લઈ રાજસ્થાનના CM અશોક ગેહલોત ચાર ઓગસ્ટે ગુજરાત આવી રહ્યા છે, દરમ્યાન અશોક ગેહલોત પ્રદેશ પ્રમુખ, પ્રદેશ પ્રભારી સહિતના નેતાઓ સાથે બેઠક કરી ચૂંટણી રણનીતિને આખરી ઓપ આપશે.
આ બેઠક બાદ લોકસભા બેઠક દિઠ નિમણૂક કરવામાં આવશે તેમજ સિનિયર નિરીક્ષકોનો માર્ગદર્શન આપશે. અશોક ગેહલોત પ્રદેશ કોંગ્રેસના સિનિયર નેતાઓ ઉપરાંત પક્ષના ધારાસભ્યો સાથે પણ બેઠક કરી ચર્ચા-વિચારણા કરશે.
અશોક ગેહલોત અગાઉ ૧૯ જુલાઇએ આવવાના હતા, પરંતુ તે મુલાકાત મોકુફ રહેલ, હવે ૪ ઓગષ્ટે ગુજરાત આવશે
આગામી વિધાનસભાની ચૂંટણીને લઈ પ્રદેશ કોંગ્રેસમાં બેઠકોનો ધમધમાટ શરૂ છે, ત્યારે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ, પ્રભારી તથા સહ પ્રભારીના નેતૃત્વમાં ઓબીસી, એસટી, એસસી અને મુસ્લિમ સમાજના આગેવાનો સાથે બેઠક યોજાઈ હતી, જેમાં આ સમામજમાં વધુ મતદાન થાય અને કોંગ્રેસ તરફ મતદાન થાય તેવા પ્રયાસો માટે રણનીતિ ઘડાઈ ચુકી છે. આ સમાજના અગ્રણી નેતાઓ બુથ કક્ષાએ જવાબદારી સોંપવામાં આવી છે.
હવે અશોક ગેહલોત ૪ ઓગસ્ટે અમદાવાદ ખાતે પહોંચી પ્રદેશ પ્રમુખ, પ્રદેશ પ્રભારી, હોદ્દેદારો સાથે બેઠકો યોજી ચર્ચા-વિચારણા કરશે, અને રણનીતિ નક્કી કરવા માટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.
Other News : ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયા પહેલા જ AAP પાર્ટીએ ૧૦ ઉમેદવારોના નામ જાહેર કર્યા