સુરત : આગામી વિધાનસભાની ચુંટણીને લઈ ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે, ત્યારે સુરતમાં આપના જીતેલા એક બાદ એક કોર્પોરેટરો પાર્ટીમાંથી રાજીનામાં આવી રહ્યાં છે.
આજે સુરત આપના સસ્પેન્ડેડ કોર્પોરેટર કુંદનબેન કોઠીયા ભાજપમાં જોડાયા છે
મહત્ત્વનું છે કે, સુરત વોર્ડ નંબર-૪ના કોર્પોરેટર કુંદનબેન કોઠીયા આજે આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં સામેલ થઈ ગયા છે. ભાજપના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ ખેસ પહેરાવીને તેમનું પાર્ટીમાં સ્વાગત કર્યું હતું. આમ આદમી પાર્ટીએ કોર્પોરેટર કુંદનબેન કોઠીયાને સસ્પેન્ડ કર્યા હતા.
ભાજપમાં જોડાયા બાદ કુંદનબેને કહ્યું કે, હું ભાજપનો આભાર માનુ છું. ભાજપમાં જોડાયા બાદ હું એક નવી દિશામાં આગળ વધીશ.
Other News : રોફ જમાવવા પોલીસ ગાડી જેવી રેડ-બ્લ્યુ લાઈટ લગાવવું યુવકને ભારે પડ્યું : ધરપકડ કરાઈ