Australia : ઑસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને સોમવારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે, વિશ્વના કેટલાક કડક અને સૌથી લાંબા સમયથી ચાલતા રોગચાળાના પ્રવાસ પ્રતિબંધોના અંતની જાહેરાત કરી છે.
વડાપ્રધાન મોરિસને નેશનલ સિક્યોરિટી કેબિનેટ સાથેની મિટિંગ બાદ કહ્યું કે, ‘લગભગ બે વર્ષ થઈ ગયા છે, જયારે અમે ઑસ્ટ્રેલિયાની સરહદો બંધ કરવાનો નિર્ણય લીધો હતો.ઑસ્ટ્રેલિયા આ વર્ષે ૨૧ ફેબ્રુઆરીએ બાકી તમામ વિઝા ધારકો માટે અમારી સરહદો ફરીથી ખોલશે.’
એકમાત્ર શરત એ છે કે પ્રવેશ લેનારાઓએ સંપૂર્ણ વેક્સિનેટેડ હોવા જોઈએ. ગયા વર્ષે ૨૦ માર્ચે, ઑસ્ટ્રેલિયાએ કોરોના વાયરસ રોગચાળાને કારણે પોતાની સરહદો બંધ કરી દીધી હતી, સાથે જ વિશ્વના સૌથી સખત પ્રતિબંધો લાદ્યા હતા. આ પ્રતિબંધ પછી, ટાપુ ખંડની લગભગ તમામ મુસાફરી અટકી ગઈ. આ નિયમોને કારણે ઘણા લોકો તેમના પરિવારથી અલગ થઈ ગયા હતા.
દેશના મુખ્ય પ્રવાસન ઉદ્યોગને અસર થઈ હતી. આ પ્રતિબંધોને લઈને દેશમાં વ્યાપક ચર્ચા પણ થઈ હતી. નિયમોએ પરિવારોને વિભાજિત થયા, દેશના મોટા પ્રવાસન ઉદ્યોગને અસર કરી અને ઑસ્ટ્રેલિયાના આધુનિક, ખુલ્લા અને વિદેશી રાષ્ટ્ર તરીકેની સ્થિતિ વિશે કેટલીક વખત ઉગ્ર ચર્ચાઓ પણ શરૂ થઈ હતી. અહીં રહેતા રહેવાસીઓ અને વિદ્યાર્થીઓ માટે ધીરે-ધીરે કરીને નિયમો હળવા કરવામાં આવ્યા છે.
તાજેતરના નિર્ણયમાં લગભગ તમામ પ્રતિબંધો હટાવી લેવામાં આવશે
દેશની લાંબા સમયથી ચાલી આવતી ‘કોવિડ-ઝીરો’ પોલિસીને ત્યજી દીધા બાદ અને ઓમિક્રોન કેસની લહેર બાદ સિસ્ટમ ભાંગી પડી હતી એ પછી આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
Other News : USA : અમેરિકામાં કોલેજ કેમ્પસમાં ફાયરિંગ : ૨ અધિકારીઓના મોત