Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં બાંધણી – પેટલાદ ખાતે નૂતનવર્ષ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

નૂતનવર્ષ સ્નેહમિલન

આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે આત્મનિર્ભર ગુજરાતના સંકલ્પને ચરિતાર્થ કરવા સૌ સંકલ્પબધ્ધ બનીએ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

આણંદ : જિલ્લાના બાંધણી – પેટલાદ ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા ભાજપ દ્વારા નૂતનવર્ષ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો.

નૂતનવર્ષ સ્નેહમિલન કાર્યક્રમમાં આણંદ જિલ્લામાંથી ઉપસ્થિત રહેલા આગેવાનો – શ્રેષ્ઠીજનો તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને ઉદ્દબોધન કરતાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીની સરકારે જે કહ્યું છે, તે કર્યું છે અને તેના કારણે જ ભૂતકાળના વર્ષોમાં ભાજપની સરકાર હતી, અત્યારે પણ છે અને ભવિષ્યમાં પણ ભાજપની સરકાર જ રહેશે.

ભાજપના કાર્યકર્તાઓએ દુઃખના સમયમાં – કોરોનાના કપરા કાળમાં પણ લોકોની પડખે ઊભા રહીને ‘‘સેવા એ જ સંગઠન’’ ના મંત્રને ચરિતાર્થ કર્યો છે, તેમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ લોકસેવાના મંત્રને ચરિતાર્થ કરતા કાર્યકર્તાઓને પણ કોઈ જ તકલીફ ન પડે તેની ચિંતા પણ કરવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું. ગુજરાતના પ્રત્યેક નાગરિકોની સુખાકારીને પ્રાધાન્ય આપી આ સરકારે સૌના સાથ સહકારથી લોક વિકાસના અનેકવિધ કાર્યો કર્યા છે. ભારતીય જનતા પાર્ટીની સરકારે સૌને સાથે રાખીને પ્રત્યેક કાર્યકર્તાઓના કાર્યને પ્રાધાન્ય આપી લોકસેવાનું સંનિષ્ઠ કાર્ય કર્યું છે, એમ પણ તેમણે ઉમેર્યું હતું.

આ પ્રસંગે સાંસદશ્રી મિતેશભાઈ પટેલ, જિલ્લા પ્રભારી શ્રી અમિતભાઈ ઠાકર તથા પ્રદેશ ભાજપ મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટે પ્રાસંગિક ઉદ્દબોધન કરી પેજ પ્રમુખો ની કામગીરીને કારણે ભારતીય જનતા પાર્ટી નગરપાલિકા જિલ્લા પંચાયત અને વિધાનસભામાં ઉજળો દેખાવ કરી રહી છે તેમ જણાવી નૂતન વર્ષમાં સૌ કાર્યકરોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. આ તકે આણંદ જિલ્લા, તાલુકા – શહેર ભાજપના વિવિધ મોરચાઓ – મંડળોના પદાધિકારીઓ દ્વારા મુખ્યમંત્રીશ્રીનું પુષ્પમાળા પહેરાવીને તથા સ્મૃતિભેટ – સ્મૃતિચિહ્ન અર્પણ કરી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

Other News : વડતાલ જ્ઞાનબાગથી માણકી ઘોડી પર અસવાર શ્રીજી મહારાજના પૂજન સાથે કાર્તિકી સમૈયાનો પ્રારંભ થયો

Related posts

લોકડાઉન : આણંદ-વિદ્યાનગરમાં ડ્રોન કેમેરામાં કેદ થયેલ ૬૦ જેટલા શખ્સો સામે કાર્યવાહી કરાઈ…

Charotar Sandesh

આણંદમાં વધુ ચાર કેસ પોઝિટિવ નોંધાતા તંત્રમાં દોડધામ…

Charotar Sandesh

ધર્મજ-તારાપુર હાઈવે પર ૪૮૬ પેટી વિદેશી દારૂ ઝડપી પાડતી આણંદ એલસીબી પોલીસ…

Charotar Sandesh