Charotar Sandesh
ગુજરાત

ગુજરાતના બેંક કર્મચારીઓ આજથી બે દિવસની હડતાળ પર ઉતર્યાં : નાણાં વ્યવહાર ખોરવાયા

બેંક કર્મચારીઓ

ખાનગીકરણની નીતિ સામે બેંક કર્મચારી યુનિયનોએ લડત ચલાવી

ગાંધીનગર : સરકારી બેંક કર્મચારી યુનિયનો દ્વારા કેન્દ્ર સરકારની ખાનગીકરણની નીતિના વિરોધમાં બે દિવસની હડતાળ અંતર્ગત આજે પ્રથમ દિવસે દેશભરની સરકારી બેંકોમાં અબજો રૂપિયાના નાણાકીય વ્યવહારો ખોરવાય ગયા છે. ૯ લાખ જેટલા કર્મચારી-અધિકારીઓ હડતાળમાં જોડાયા હતા.

જીલ્લા મથકોએ ધરણા-દેખાવો યોજીને સરકારી નીતિ સામેના આક્રોશનો પડઘો પડયો હતો

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર નવી ૨ બેંકોનું મર્જર કરવા જઈ રહી છે. જોકે હાલ આ બેંકોના નામ જાહેર નથી કરવામાં આવ્યા. તેની સામે પણ બેંકના કર્મચારીઓ અને અધિકારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. જેથી રાજ્યભરની રાષ્ટ્રીયકૃત બેંકના કર્મચારીઓ ૨ દિવસની હડતાળ પાળશે.

બે દિવસની હડતાળના કારણે ૨૦ હજાર કરોડના ટ્રાન્ઝેક્શનને અસર પડશે. આ હડતાળમાં ૪૮૦૦ રાષ્ટ્રીયકૃત બેંકના કુલ ૭૦ હજાર જેટલા કર્મચારીઓ અને અધિકારીઓ જોડાશે. ૧૬ અને ૧૭ ડિસેમ્બરના રોજ રાજ્યમાં રાષ્ટ્રીયકૃત બેંકના કર્મચારીઓ અને અધિકારીઓ કેન્દ્ર સરકારના બેંક મર્જર કરવાના નિર્ણય સામે તેમજ ભારત સરકારના બેંકિંગ રેગ્યુલેશન એક્ટમાં સુધારા બાબતે વિરોધ કરવા રેલી યોજી હતી અને સુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. અમદાવાદમાં લાલદરવાજા ખાતે બેંકના કર્મચારીઓએ દેખાવો કર્યાં હતાં.

Other News : ગુજરાતમાં ૧૦ હજારના મોત સામે ૩૮ હજારથી વધુ અરજીઓ આવી : મૃત્યુઆંક સામે સવાલો ઉઠ્યા

Related posts

અમને એવું હતું કે પ્રજા ગદ્દારોને સબક શિખવાડશે : અમિત ચાવડા

Charotar Sandesh

ચેતવણીરૂપ ઘટના : ઓનલાઈન ભણતરથી વિદ્યાર્થીઓ ગેરમાર્ગે : વાલીઓમાં ભયનો માહોલ

Charotar Sandesh

રાજ્યસભા ચૂંટણી બાદ ભાજપ સંગઠનમાં મોટા ફેરફારના એંધાણ…

Charotar Sandesh