મુંબઈ : દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંકે ફેસ્ટીવલ સિઝનને જોતા હોમ લોનના વ્યાજ દરો ઓછા કરવાની જાહેરાત કરી હતી. તેમાં ક્રેડિટ સ્કોર સાથે જોડાયેલ કોઈ પણ રકમનો વ્યાજ શામેલ છે. જેના પર ૬.૭૦ ટકાના ઘટાડાયેલા વ્યાજદરની જાહેરાત કરી છે.
બેંકે કહ્યુ છે કે, હવે ૭૫ લાખ રૂપિયા સુધીની હોમ લોન પર વ્યાજ દર એક સમાન રહેશે. પહેલા ૭૫ લાખથી વધારેની લોન લેનારા પર ૭.૧૫ ટકાના હિસાબે વ્યાજ લેવામાં આવતું હતું. ફેસ્ટીવલ ઓફર્સની શરૂઆતની સાથે એક ઉધારકર્તા હવે કોઈ પમ રકમ માટે ૬.૭૦ ટકાના ન્યૂનતમ વ્યાજ દર પર હોમ લોન મેળવશે. ઓફરના પરિણામસ્વરૂપ ૪૫ બીપીએસની બચત થશે. જેમાં ૩૦ વર્ષના સમયગાળામાં ૭૫ લાખના દેવા પર ૮ લાખ રૂપિયા બચાવી શકાશે.
બેંક ઓફ બરોડાએ તહેવારી સિઝનને ધ્યાનમાં રાખીને હોમ લોન અને કાર લોનના વ્યાજ દરોમાં છૂટ આપવાની જાહેરાત કરી છે
આ અગાઉ ભારતીય સ્ટેટ બેંક પણ હોમ લોનના વ્યાજદો ઓછા કરવાની જાહેરાત કરી છે. બેંક ઓફ બરોડ હોમ લોન અને કાર લોન પર હાલના દરમાં ૦.૨૫ ટકા છૂટ આપવાની વાત કહી છે. આ ઉપરાંત બેંકે હોમ લોનની પ્રોસેસિંગ ફીમાંથી પણ છૂટકારો આપવાની જાહેરાત કરી છે. બેંકે હોમ લોનના વ્યાજ દર ૬.૭૫ ટકા અને કાર લોન ૭ ટકાથી શરૂઆત કરી છે.
બેંકના ઉચ્ચ અધિકાર એચ ટી સોલંકીએ કહ્યુ હતું કે, આગામી તહેવારને ધ્યાને રાખીને રિટેલ લોન પર આ જાહેરાતોની સાથે સાથે અમે હાલમાં ગ્રાહકોને તહેવારો પર ગિફ્ટ આપવા જઈ રહ્યા છીએ. પીએનબી હવે હોમ લોન પર ૬.૮૦ ટકા અને કાર પર ૭.૧૫ ટકાના દરે લોન આપી રહ્યા છે. બેંકે આકર્ષક વ્યાજ દર પર હોમ લોન ટોપ અપ આપવાની જાહેરાત કરી છે. ગ્રાહક દેશભરમાં પીએનબીની કોઈ પણ શાખા અથવા ડિજીટલ ચેનલના માધ્યમથી ૩૧ ડિસેમ્બર ૨૦૨૧ સુધી આ ઓફરનો લાભ લઈ શકશે.
Other News : કરોડોના દેવામાં ડુબેલ એર ઇન્ડિયાને ખરીદવા આ બે કંપનીઓ મેદાનમાં આવી