અમદાવાદ : ગુજરાત કોંગ્રેસનાં નેતા ભરતસિંહ સોલંકીએ ભાજપ સામે અનેક પ્રહાર કર્યા છે. આજે તેમણે ગુજરાત ચૂંટણી પહેલા કોંગ્રેસએ ભાજપ સામે તોહમતનામુ બહાર પાડ્યું છે. તેમણે ૨૦ મુદ્દાઓનું આરોપનામું જનતા સામે મુક્યું હતુ. સરકારની વિવિધ નિષ્ફળતાઓ ગણાવીને તેમની પર આરોપ લગાવવામાં આવ્યા છે.
ગુજરાત કોંગ્રેસે ભાજપ સરકારની નિષ્ફળતાઓને રજુ કરતું તહોમતનામાં અંગે વિશેષ પત્રકાર પરિષદ કરી હતી. આમાં ભ્રષ્ટાચાર સાથે બેરોજગારી અને મોરબીની દુર્ઘટનાનો પણ સમાવેશ કર્યો હતો. ગુજરાત કોંગ્રેસે જણાવ્યું કે, ગુજરાત સરકાર સામે અમે સત્તાવાર આંકડાના આધારે તોહમતનામું રજૂ કરી રહ્યા છીએ. ૨૭ વર્ષ થી ભાજપનું શાસન છે એ પહેલા કોંગ્રેસનું શાસન હતું. કોંગ્રસના શાસનમાં તમામ સરકારી નવી શાળાઓ બનાવી છે.
અત્યારની તમામ ૧૯૯૫ સુધીની સરકારી શાળાઓ કોંગ્રેસે બનાવી છે
તેમણે વધુમાં જણાવ્યુ કે, ભાજપે એક પણ સરકારી શાળા બનાવી નથી. ઉલટાની ભાજપ સરકાર દ્વારા બંધ કરાવાઇ છે. આ સાથે તેમણે જણાવ્યુ કે, તમામ સરકારી દવાખાનાઓ કોંગ્રેસે બનાવ્યા છે. ભાજપ દ્વારા એક પણ સરકારી દવાખાના બનાવાયા નથી. તમામ મેડિકલ કોલેજ પણ કોંગ્રેસ દ્વારા બનાવાઇ છે. ભાજપ દ્વારા બનાવાઇ નથી. જે ફી ભરવી પડે તે કામ ભાજપ દ્વારા કરવામાં આવ્યા છે. ૨૭ વર્ષમાં ભાજપ ગુજરાતને અધોગતિ તરફ લઈ ગયા છે.
૨૦ મુદ્દાઓનું ભાજપ સામેનું આરોપનામું કોંગ્રેસ જનતા સમક્ષ મુક્યું છે. તેમમે મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર સહિત ૨૦ મુદ્દાઓનું આરોપનામું જનતા સામે મુક્યું છે. મોરબીના ઝૂલતા પુલની દુર્ઘટનાનો આરોપનામામાં સમાવેશ કરવામાં આવ્યો છે. બોટાદના કથિત લઠ્ઠાકાંડનો પણ કોંગ્રેસે આરોપનામામાં સમાવેશ કર્યો છે.
Other News : ગુજરાતમાં પક્ષ અને ઉમેદવારોના નામ પર રૂ. ૧૦૦ કરોડથી વધારાનો સટ્ટો ખેલાશે, જુઓ વિગત