નવી દિલ્હી : વૈશ્વિક સ્તરે તાપમાન જો ૪ ટકા વધ્યુ તો ૨૦૩૬ થી ૨૦૬૫ સુધીમાં ખેતીને અસર કરતા દુકાળમાં ૪૮ ટકાનો વધારો થશે. બે ડિગ્રી ટાપમાન વધશે તો દુકાળની શક્યતા ૨૦ ટકા ઓછી થશે.
બીજી તરફ મત્સ્ય ઉદ્યોગ પર પણ તેની અસર પડી શકે છે અને ૨૦૫૦ સુધીમાં માછલી પકડવામાં ૧૭ ટકાનો ઘટાડો થઈ શકે છે. ગ્રીન હાઉસ એમિશન વધારે રહે તો ભારતમાં પૂરના ખતરાનો વ્યાપ ૧૩ લાખ લોકોથી વધીને ૧.૮ કરોડ લોકો સુધી પહોંચી જશે.જી-૨૦ બેઠક પહેલા ભારતમાં ક્લાઈમેટ ચેન્જના કારણે કયા પ્રકારની તબાહી મચી શકે છે તેની આગાહી કરતો એક અહેવાલ ૪૦ આંતરરાષ્ટ્રિય વૈજ્ઞાનિકોની પેનલે જાહેર કર્યો છે.
આ પેનલની આગાહી છે કે, જો તાપમાનમાં બે ડિગ્રીનો વધારો થયો તો ૨૦૩૬ થી ૨૦૬૫ સુધીના સમયગાળામાં હીટ વેવનો સમય પાંચ ગણો વધી જશે. જો ગ્રીન હાઉસ એમિશન ઓછુ રહ્યુ અને તાપમાનમાં ૧.૫ ડિગ્રીથી વધારો ના થયો તો હીટ વેવનો સમય દોઢ ગણો વધશે. આ આગાહી યુરો મેડિટેરિયન સેન્ટર ઓન ક્લાઈમેટ ચેન્જના રિપોર્ટમાં કરવામાં આવી છે. જે અનુસાર ક્લાઈમેટ ચેન્જના કારણે ભારતમાં શેરડી, ડાંગર, ઘઉં અને બાજરાના ઉત્પાદનમાં ઘટાડો થશે.
ઉપરાંત ૨૦૫૦ સુધીમાં ખેતી માટે પાણીની માંગમાં ૨૯ ટકાનો વધારો થઈ શકે છે. આમ પાણીના અભાવે ખેતીને નુકસાન વધારે થવાની શક્યતા પણ છે.
Other News : વૈશ્ચિક મુદ્દાઓ પર યુરોપ સાથેની બેઠક ઉત્તમ રહી : પીએમ મોદી