આણંદ : આણંદ પીપલ્સ મેડિકેર સોસાયટીના શ્રી પી એમ પટેલ કોલેજ કેમ્પસ ખાતે બે દિવસ માટે એનસીસીની બી અને સી સર્ટીફીકેટની પરિક્ષાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
એનસીસીએ લીધેલ આ લેખિત અને પ્રેક્ટિકલ પરિક્ષાઓ માટે જરૂરી મેદાન અને કલાસરૂમની સુવિધા માટે એપીએમએસના પ્રમુખ બિપીનચંદ્ર પી. પટેલ (વકીલ) દ્વારા આ રાષ્ટ્રીય કક્ષાની પરિક્ષા માટે જરૂરી શૈક્ષણિક સહયોગ આપી તમામ એનસીસી સ્ટાફ અને વિદ્યાર્થીઓને ચ્હા, નાસ્તો, ભોજન સહિતની તમામ સુવિધા આપવામાં આવી હતી.
આ માટે એનસીસીની 13 ગુજરાત બટાલિયન, વલ્લભ વિદ્યાનગર દ્વારા આણંદ પીપલ્સ મેડિકેર સોસાયટીનો આભાર વ્યક્ત કરવા એક ટ્રોફી અને પ્રશંસા પત્ર શીખ રેજિમેન્ટના સુબેદાર બલવિન્દર સિંઘ અને સ્પેશિયલ ફોર્સ પેરા કમાન્ડોના નાયબ સુબેદાર સુજીતગીરીના હસ્તે એપીએમએસના પ્રમુખશ્રી, બિપીનચંદ્ર પી. પટેલ (વકીલ)ને આપવામાં આવ્યા છે.
તેના પ્રત્યુત્તરમાં પ્રમુખ બિપીનચંદ્ર એ જણાવ્યું કે એનસીસીનો કોઈપણ કાર્યક્રમ, પરિક્ષાઓ રાષ્ટ્રીય કક્ષાના હોઈ, વિદ્યાર્થીઓ માટેના આ કાર્ય સાથે અમારી સંસ્થા જોડાયેલી છે અને રહેશે. આ સમયે સંસ્થાના સીઈઓ ડૉ. પાર્થ બી. પટેલ, રજિસ્ટ્રાર ડૉ ઈશિતાબેન પી. પટેલ, એડમીન વિભાગના યુગમાબેન ઉપસ્થિત હતા.
Other News : આણંદ કઠોળના જથ્થાના મોનીટરીગ અંગેની જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ