Charotar Sandesh
ગુજરાત

Breaking : આવતીકાલથી માસ્ક ન પહેરનાર પાસેથી 1000નો દંડ વસૂલાશે : મુખ્યમંત્રીની જાહેરાત

હાઈકોર્ટે 1 હજાર રૂપિયાનો દંડ વસૂલવા ટકોર કરી હતી…

ગાંધીનગર : ગુજરાત હાઇકોર્ટમાં કોરોનાના કેર બાદ થયેલી સુઓમોટો અરજીની સુનાવણીમાં હાઇકોર્ટે સરકારને કેટલાક મહત્વના નિર્દેશો કર્યા હતા. જેમાં માસ્ક નહીં પહેરનાર પાસેથી 1 હજાર રૂપિયાનો દંડ વસૂલવાની હાઈકોર્ટે સરકારને ટકોર કરી હતી. જેને લઇને આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી એ જણાવ્યું છે કે રાજ્યની હાઈકોર્ટે આપેલા ચુકાદાનો રાજ્યમાં કાલથી અમલ કરવામાં આવશે. રૂપાણી એ જાહેર કર્યું છે કે રાજ્યમાં આવતી કાલ એટલેકે 11 ઓગસ્ટ મંગળવારથી જાહેરમાં માસ્ક ના પહેરનારા વ્યક્તિઓને 1 હજાર રૂપિયાનો દંડ કરવામાં આવશે. તેમણે રાજ્યના સૌ નાગરિકોને અપિલ કરી છે કે આગામી જન્માષ્ટમી સહિતના તહેવારોમાં બહાર નીકળીને ભીડભાડ ના કરે કેમકે કોરોના સંક્રમણ આવી ભીડભાડથી વ્યાપક ફેલાય છે, તેથી આવા સંક્રમણને અટકાવવા સૌ નાગરિકો ઘરમાં જ રહીને તહેવારો મનાવે તેવો અનુરોધ પણ કર્યો છે.

ગુજરાતીઓ માટે મોટા અપડેટ સામે આવ્યા છે. ઓગસ્ટ મહિનામાં સૌથી વધુ તહેવાર આવતા હોય છે. આવામાં વધુને વધુ લોકો બહાર નીકળતા હોય છે. ત્યારે કોરોના મહામારી વચ્ચે ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કરાઈ છે કે, રાજ્યમાં આવતીકાલથી માસ્ક નહિ પહેરનાર વ્યકિત પાસેથી એક હજાર રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સમાં આ જાહેરાત કરી છે.

Related posts

આ વર્ષે અંબાજીના ચાચર ચોકમાં નવરાત્રીના ગરબા નહી યોજાય

Charotar Sandesh

વડાપ્રધાન મોદીની પરીક્ષા પે ચર્ચા : દેશભરના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી તેઓનો ઉત્સાહ વધાર્યો

Charotar Sandesh

‘ઓઢણી ઓઢું-ઓઢુંને ઉડી જાય’ નહીં, રેઈનકોટ પહેરી-પહેરીને કરીશું ગરબા…!

Charotar Sandesh