આગ લાગવાની જાણ થતા જ ફાયર બ્રિગેડ પણ હોસ્પિટલે દોડી આવ્યું હતું…
OSD ડો. વિનોદ રાવ અને સયાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો. રંજન ઐયર દોડી ગયા…
વડોદરા : વડોદરાની SSG હોસ્પિટલમાં આગ લાગી છે. વડોદરાની SSG હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં આગ લાગતા દર્દીઓમાં દોડધામ મચી જવા પામી છે. હાલમાં આ આગમાં કોરોનાના દર્દી ફસાયા હોવાની માહિતી સામે આવી રહી છે. અમદાવાદ, જામનગર બાદ વડોદરામાં ત્રીજી આગની ઘટના બની છે. હાલમાં આગ લાગતાની સાથે જ હોસ્પિટલનો વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે અને દર્દીઓને નજીકની બીજી હોસ્પિટલમાં ખડસેડવામાં આવી રહ્યા છે. ફાયર બ્રિગેડે વોર્ડમાં ફસાયેલા કોરોના દર્દીઓને બહાર કાઢવાની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે લાઈટો બંધ થઈ જવાને કારણે ફાયરની કામગીરીમાં મુશ્કેલી પડી હતી. જો કે ફાઈર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લીધો છે અને તમામ દર્દીઓને સલામત રીતે બહાર કાઢી લીધા છે.
આ અંગે જાણ થતા OSD ડો. વિનોદ રાવ અને સયાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો. રંજન ઐયર દોડી ગયા હતા. હજુ બે દિવસ પહેલા જ આગ અંગેની મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.