યુકે : દેશના વડાપ્રધાન બોરિસ જોન્સન અને તેમની કેબિનેટ કોરોના સંક્રમણના અંકોની સમીક્ષા કરી શકે છે. સરકાર તે પછી તજજ્ઞોનો અભિપ્રાય મેળવીને ઇંગ્લેન્ડમાં પણ પ્રતિબંધો અમલી કરવા નિર્ણય લઇ શકે છે.
ઇંગ્લેન્ડમાં હાલમાં પ્લાન મુજબના પ્રતિબંધો અમલી છે જ. તેમાં વર્ક ફ્રોમ હોમ, મોટા કાર્યસ્થળે જવા માટે ફેસ માસ્ક અને વેક્સિનેશન પ્રમાણપત્રની અનિવાર્યતા જેવા નિયમોનો સમાવેશ થાય છે. વેલ્સમાં નાઇટ ક્લબ બંધ રહેશે. રેસ્ટોરન્ટમાં મહત્તમ છ વ્યક્તિ બેસી શકશે. ઇન્ડોર કાર્યક્રમોમાં ૩૦ લોકો સામેલ થઇ શકશે તો આઉટડોર કાર્યક્રમમાં મહત્તમ ૫૦ લોકો સામેલ થઇ શકે છે.
સ્કોટલેન્ડમાં મોટા કાર્યક્રમોમાં એક મીટરના સોશિયલ ડિસ્ટન્સનો અમલ શરૂ થયો છે. સોમવારથી ત્રણ સપ્તાહ માટે બંધ રહેશે. ઉત્તર આયર્લેન્ડમાં પણ નાઇટ ક્લબ બંધ કરી દેવામાં આવી છે. ઇન્ડોર કાર્યક્રમમાં લોકો ઊભા ઊભા જ ભાગ લઇ શકશે. ફ્રાન્સમાં કોરોનાના રેકોર્ડબ્રેક ૧,૦૦,૦૦૦ નવા કેસ નોંધાયા છે. એક દિવસ પહેલાં ૯૪,૦૦૦ નવા કેસ નોંધાયા હતા.
અમેરિકામાં કોરોનાના દર્દીઓમાં ૪૫ ટકાનો વધારો થયો છે, અહીં રોજના ૧.૭૯ લાખ નવા કેસ આવી રહ્યા છે
અમેરિકાએ યુદ્ધ વહાણ ેંજીજી મિલ્વોકીને ઓમિક્રોનના કેસ જણાતાં ગ્વાટેનામો ખાતે જ રોકી દીધું છે. વેટિકનના પોપ ફ્રાન્સિસે ગરીબોને વેક્સિન મળી રહે અને જગતમાં કોરોના અને સંઘર્ષો બંધ થવા પ્રાર્થના કરી છે. ફ્રાન્સમાં ઓમિક્રોનના ઝપાટે ચઢી ગયેલા મોટાભાગના લોકો એવા છે જેમણે કોરોના વેક્સિનનો એકપણ ડોઝ લીધો નથી.
આ લોકો હવે વેક્સિન ન મુકાવવા બદલ અફસોસ કરી રહ્યા છે. થોકબંધ નવા કેસના કારણે આરોગ્ય કર્મચારીઓએ પણ ક્રિસમસના તહેવારોમાં રજાઓ છોડીને વિશેષ ફરજ બજાવવાની આવી છે.
Other News : USA : અમેરિકાની હોસ્પિટલો બાળકોના કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કેસોથી ભરાઈ