Charotar Sandesh
કચ્છ-સૌરાષ્ટ્ર ગુજરાત

BSFએ ગુજરાત-રાજસ્થાન સરહદે પાક. ઘૂષણખોરને ઠાર કર્યો…

પ્રથમ વખત રાત્રીના સમયે આ સરહદે ઘૂસવાનો નિષ્ફળ પ્રયાસ કરાયો…

રાજસ્થાન : બોર્ડર સિક્યોરિટી ફોર્સે ગુજરાત અને રાજસ્થાનને અડીને આવેલી બાડમેર સ્થિત આંતરાષ્ટ્રીય સરહદ નજીક પાકિસ્તાન તરફથી ઘૂષણખોરીનો પ્રયાસ કરનાર એક શખ્સને ઠાર કરી દીધો છે. બીએસએફે જણાવ્યા મુજબ આંતરાષ્ટ્રીય સરહદે એક ઘૂષણખોરે સરહદમાં તારની વાડની અંદર ઘુસવાનો પ્રયાસ કર્યો હતો. તેને પડકારવામાં આવ્યો હતો તેમ છતાં તે તારની વાડ કૂદીને સરહદની બીજી બાજુ દોડી ગયો હતો. બીએસએફના જવાનોએ ઘૂસણખોરી કરનાર શખ્સ પર ફાયરિંગ કર્યું હતું અને તે ઝાડીઓ પાછળ છૂપાઈ ગયો હતો. સર્ચ ઓપરેશન દરમિયાન શખ્સનું મોત થયું હોવાનું જણાયું હતું.

આ ઘટના શનિવારે મધરાતે એક વાગ્યે ઘટી હતી. રાજસ્થાનના બાડમેર ખાતે બખાસર વિસ્તાર નજીક આવેલી આંતરાષ્ટ્રીય સરહદ પાસે આ બનાવ બન્યો હતો. બીએસએફ પેટ્રોલિંગ ટુકડીએ 10થી 15 ટોર્ચ લાઈટ્સ અને કેટલાક શખ્સોને પાકિસ્તાન તરફથી બૂમ-બરાડા પાડતા પણ જોયા હતા. આગામી દિવસોમાં સ્વતંત્રતા દિવસ નજીક હોવાથી બીએસએફ જવાનો ખડેપગે સરહદ પર ફરજ બજાવી રહ્યા છે.

બીએસએફના મતે તેમણે પાકિસ્તાની રેન્જર્સને મૃતકની ઓળખ કરવા જણાવ્યું છે અને તેમનો પ્રત્યુત્તર મળ્યા બાદ વધુ સ્પષ્ટતા કરવામાં આવશે. આ ઘટના વચ્ચે પાકિસ્તાન તરફથી સળવળાટ પણ થતો હોવાનું બીએસએફના ધ્યાન પર આવ્યું છે. અગાઉ દિવસના સમયે પણ પાક. દ્વારા ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરાયો હતો જેને સતર્ક રહેલા બીએસેફ જવાનોએ નિષ્ફળ બનાવી દીધો હતો. પ્રથમ વખત રાત્રીના સમયે આ વિસ્તારમાં ઘૂસણખોરીની ઘટના સામે આવી છે.

Related posts

મોદી સરકારે કહ્યું, રજિસ્ટ્રેશન જરૂરી નહીં : રૂપાણી સરકારે કહ્યું ફરજિયાત રહેશે…

Charotar Sandesh

વાલીઓને દાઝ્યા પર ડામ, ધો-1થી 12ના પાઠ્ય પુસ્તકોના ભાવમાં વધારો…જાણો ભાવ…

Charotar Sandesh

દ્વારકામાં કોંગ્રેસની ચિંતન શિબિર પુરી થતાં જ કોંગ્રેસના ૧ હજાર મુસ્લિમ કાર્યકરો ભાજપમાં જોડાયા

Charotar Sandesh