Charotar Sandesh
ઈન્ડિયા

કેનેડાએ ભારતની-ફ્લાઈટ્‌સ પરનો પ્રતિબંધ ૨૧-ઓગસ્ટ સુધી લંબાવ્યો

કેનેડા

ટોરેન્ટો : કેનેડામાં રહેતા કે ભારતથી જવા ઇચ્છતા ભારતીયોને મોટો ઝાટકો લાગ્યો છે. કેનેડાએ ભારતમાંથી ઉડાનોને ૨૧ ઑગસ્ટ સુધી સસ્પેન્ડ કરી દીધી છે. કહેવાય છે કે કોરોના વાયરસના ખતરાને જોતા કેનેડાએ આ નિર્ણય લીધો છે. કેનેડાએ પોતાના નાગરિકોને અપીલ કરી છે કે આગળની નોટિસ સુધી કોરોનાના ખતરાને જોતા દેશની બહાર મુસાફરી કરવાથી બચો.

સત્તાવાર નોટિસમાં કહ્યું કે ભારતથી કોઇ ત્રીજા દેશના રસ્તે કેનેડા જનારા લોકોને કોઇ ત્રીજા દેશમાં કોરોના વાયરસ મોલેક્યુલર ટેસ્ટ કરાવો પડશે.

તેમાં નેગેટિવ હોવા પર જ કેનેડામાં પ્રવેશવાની મંજૂરી મળશે. જો પ્રવાસ કરનાર લોકો પહેલાં જ કોરોના વાયરસની ઝપટમાં આવી ચૂકયા છે તો તેમને પોતાના પ્રવાસથી ૧૪થી લઇ ૯૦ દિવસ પહેલાં ટેસ્ટ કરાવો પડશે. તેને પણ કોઇ ત્રીજા દેશમાં જ કરાવો પડશે.

આની પહેલાં કેનેડાએ કોવિડ-૧૯ના નવા સ્વરૂપને ફેલાવાથી રોકવા માટે ભારત અને પાકિસ્તાનથી સીધી ઉડાનો પર પ્રતિબંધ મૂકી દીધો હતો. હવે તેને તે સતત આગળ વધારી રહી છે. જરૂરી વસ્તુ જેવી કે રસી અને ખાનગી સુરક્ષાના સાધનોની અવરજવર માટે કાર્ગો વિમાનોને મંજૂરી આપવામાં આવી છે. વાયુકર્મીઓને આપવામાં આવેલી એક નોટિસ પ્રમાણે પરિવહન મંત્રીનું માનવું છે કે વિમાન સુરક્ષા અને લોકોની રક્ષા માટે આ જરૂરી છે.

Other News : ઇરાકમાં ઇદ પહેલાં ISISનો બ્લાસ્ટ : ૩૦ના મોત, ૩૫ ઘાયલ

Related posts

દેશમાં ’કોરોના ઘાત’ : ૨૪ કલાકમાં અધધ… ૪૦ હજાર પોઝિટિવ કેસ…

Charotar Sandesh

કોરોના સંકટ વચ્ચે વૈષ્ણોદેવી યાત્રા ૧૬ ઑગસ્ટથી શરૂ થશે…

Charotar Sandesh

દિલ્હી ચૂંટણી ૨૦૨૦નુ ૫રિણામ : કૂલ 70 સીટોમાંથી આપ-56, બીજેપી-14, કોંગ્રેસ 0, સીટ ઉપર આગળ…

Charotar Sandesh