ન્યુ દિલ્હી : કેન્દ્રીય શિક્ષણમંત્રી ડો.રમેશ પોખરિયાલ ’નિશંક’ એ આજે સીબીએસઈ બોર્ડ ૧૦ અને ૧૨ ધોરણની ડેટશીટ જાહેર કરી દીધી છે.
સીબીએસઈ એ ૧૦માં અને ૧૨માં ધોરણની પરીક્ષાઓ માટેની ડેટશીટ જાહેર કરી દીધી છે, આ સંબંધે શિક્ષા મંત્રી ડો. રમેશ પોખરિયાલે જાણકારી આપતા કહ્યું હતું કે બોર્ડની સાઈટ પર આ ડેટશીટ ઉપલબ્ધ છે. મહત્વનું છે કે ૪ મે થી ૧૦ જૂનની વચ્ચે ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાઓ થવાની છે અને એક માર્ચથી પ્રેક્ટિકલની પરીક્ષાઓ શરુ કરી દેવામાં આવશે.
ટફ વિષયની પરીક્ષાઓની તારીખોની વચ્ચે વધુ સમયનો ગેપ આપવામાં આવ્યો છે કે જેથી કરીને વિદ્યાર્થીઓને કોઈ પણ મુશ્કેલઈ ન પડે. શિક્ષણ મંત્રીએ કહ્યું હતું કે બધા વિદ્યાર્થીઓએ જે રીતે ગત વર્ષે સારું પ્રદર્શન કર્યું હતું તે રીતે આ વર્ષે પણ કરશે તેવી આશા છે. સાથે જ તેમણે કહ્યું હતું કે કોરોના કાળની બધી જ સાવચેતીઓને સાથે રાખીને આપણે આગળ વધવાનું છે.